ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસની સરકારને અપીલ, મેડીકલ કીટનું વધારે ઉત્પાદન કરે - પ્રવક્તા મનીષ તિવારી

કોવિડ-19ના વધતા જતા કેસને પગલે કોંગ્રેસ પક્ષે કેન્દ્ર પાસે અપીલ કરી છે કે આ મહામારી સામે લડત આપવા મેટીકલ કીટનું વધારેમાં વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે.

સરકારને અપીલ, મેડીકલ કીટનું વધારે ઉત્પાદન કરે
સરકારને અપીલ, મેડીકલ કીટનું વધારે ઉત્પાદન કરે

By

Published : Mar 31, 2020, 11:52 PM IST

નવી દિલ્હી : કોરોના વાઇરસ મહામારીના કેસ વધતા જઇ રહ્યા છે. જેને રોકવા સરકારે દેશમાં લોકડાઉન લગાવ્યુ છે. આ વચ્ચે કોંગ્રેસે પણ સરકારની આ મહામારી સામે લડવા ઉપાયો આપ્યા હતા.

કોવિડ-19ના વધતા જતા કેસને પગલે કોંગ્રેસે કેન્દ્રને અપીલ કરી છે કે તે આ સમસ્યાનો અંત લઇ આવવા સૌથી વધારે મેડિકલ કિટનું ઉત્પાદન કરે.

આ તકે કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ મંગળવારના રોજ પ્રેસને સંબોધન કરતા જણાવ્યું કે, 'અમે આ મહામારીના ત્રીજા તબક્કામાં તરફ આગળ વધી રહ્યા છે. આ સમસ્યાનો હલ કરવા એકમાત્ર જ ઉપાય છે પરીક્ષણ કરવુ

તિવારીએ વધુમાં કહ્યું કે, ' કોરોના વાઇરસનું પરીક્ષણ કરવામાં આવે તો ભારતમાં સૌથી ઓછુ પ્રમાણ છે. ભારતમાં દરેક 10 લાખ લોકો સામે 32નો ગુણોતર છે જ્યારે બ્રિટનમાં દરેક 10 લાખ લોકો સામે 921નો ગુણોતર છે.

ABOUT THE AUTHOR

...view details