ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણા વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે પ્રચારકોની યાદી કરી જાહેર, સિદ્ધુ પરથી ઉઠ્યો ભરોસો! - કોંગ્રેસ નેતા

ચંદીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બધા જ ઉમેદવારોને જાહેર કરી દીધા છે. સાથે જ કોંગ્રેસે ટોંચના નેતાઓને ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી hC જાહેર કરી છે. જે યાદીમાં સૌથી મહત્વની વાત એ છે કે કોંગી નેતા નવજોત સિંહ સિદ્ધુનું નામ લિસ્ટમાંથી ગાયબ છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે પ્રચારકોની યાદી કરી જાહેર, સિદ્ધુ પરથી ઉઠ્યો ભરોસો!

By

Published : Oct 5, 2019, 3:26 AM IST

કોંગ્રેસ દ્નારા જાહેર કરાયેલ સ્ટાર પ્રચારકોની યાદીમાં કુલ 40 નામ સામેલ છે. પરંતુ. નવજોત સિંહ સિદ્ધુને સ્ટાર પ્રચારક બનાવ્યા નથી. જણાવી દઇ એ કે હરિયાણા કોંગ્રેસના કેટલાક નેતા ઇચ્છતા હતા કે નવજોત સિંહ સિદ્ધુ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે હરિયાણા આવે.

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની યાદી
જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ નવજોતા સિંહ સિદ્ધુને ચૂંટણી પ્રચાર માટે હરિયાણા મોકલવા માંગતા નથી, કારણ કે તેવુ કરવાથી રાષ્ટ્રવાદના મુદ્દાને લઇને લોકોને જવાબ આપવો મુશ્કેલ બની શકે છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં અનુસાર નેતા નવજોત સિંહ સિદ્ધુને સ્ટાર પ્રચારકોની યાદીમાં ઇચ્છતા ન હતાં.પ્રદેશના કેટલાક નેતા લોકસભા ચૂંટણી સમયે રોહતકમાં સિદ્ધુની જનસભામાં પાકિસ્તાન વિરોધી નારા અને સિદ્ધુ પર એક સ્ત્રી દ્વારા ફેકાયેલા ચપ્પલને લઇને લોકસભા બેઠક પર નુકસાનનું કારણ માની રહ્યાં છે. તેઓનુ માનવુ છે કે તેના આવવાથી ચૂંટણીમાં અસર પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details