ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસે વિજેન્દ્ર સિંહને દક્ષિણ દિલ્હી બેઠક પરથી બોક્સિંગ કરવા ઉતાર્યો - Boxing

ન્યુ દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોંગ્રેસે ઓલિમ્પિક પ્લેયર વિજેન્દ્ર સિંહને દક્ષિણ દિલ્હી પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. હકીકતમાં સોમવારે સવારે કોંગ્રેસે 7માંથી 6 ઉમેદવારોને મેદાન પર ઉતાર્યા હતા. પરંતુ દક્ષિણ દિલ્હી બેઠક પર છેલ્લે સુધી સસ્પેંન્સ રહ્યું હતુ અને તેના એક દિવસ પહેલા માહિતી મળી હતી કે, કોંગ્રેસ દક્ષિણ દિલ્હી બેઠક પર રમેશ કુમારને ટિકિટ આપી શકે છે.

કોંગ્રેસે ઉમેદવાર તરીકે બોક્સર વિજેન્દ્ર સિંહની જાહેરાત કરી

By

Published : Apr 23, 2019, 3:24 AM IST

Updated : Apr 23, 2019, 4:12 AM IST

ઉલ્લેખનીય છે કે, રમેશ કુમાર સજ્જન કુમારના ભાઇ છે, જેનું શીખ રમખાણોમાં નામ ખુલ્યું હતુ. જેના કારણે તેનો વિરોધ થઇ રહ્યો હતો. તે કારણ પણ હતું કે, સોમવારે 6 ઉમેદવારોની જાહેરાત થઇ ગઇ હતી. પરંતુ દક્ષિણ દિલ્હીની બેઠક પરથી સસ્પેન્શ હતું. પરંતુ સાંજ સુધીમાં માહિતી મળી હતી કે, બોક્સર વિજેન્દ્રએ હરિયાણા સરકારમાં DSPના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

વિજેન્દ્રએ હરિયાણા સરકારમાં DSPના પદ પરથી આપ્યું રાજીનામું

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ દિલ્હી લોકસભા વિસ્તાર જાટ અને ગુર્જર સમાજથી ફેલાયેલો છે. જ્યાંથી આ વખતે AAPના રાધવ ચડ્ઢાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ જાતિગત સમીકરણોને લઇને ભાજપાના બિધૂડીના નામની ચર્ચા થઇ રહી હતી પરંતુ હવે વિજેન્દ્ર સિંહ આવતાની સાથે જ આ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળશે.

Last Updated : Apr 23, 2019, 4:12 AM IST

ABOUT THE AUTHOR

...view details