નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી સાબિત થઈ હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટમાંથી આમ આદમી પાર્ટી (AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી (BJP)ને 8 સીટ મળી હતી અને કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. આ કારમી હાર મળ્યા બાદ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપરા અને પ્રભારી પીસી ચાકોના રાજીનામા મંજૂર કર્યા છે.
કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીની કમાન હવે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને દિલ્હીના વચગાળાના પ્રભારી બનાવ્યા છે. રાજધાની દિલ્હીમાં કોંગ્રેસની કમાન પીસી ચાકો સંભાળી રહ્યાં હતા. તો બીજી બાજુ દિલ્હી કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ સુભાષ ચોપરાને બનાવવામાં આવ્યા હતા.