નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પંજાબમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શનનું નેતૃત્વ કરવાની સંભાવના છે. ગત્ત અઠવાડિયે સરકારે સંસદમાંથી ત્રણ કૃષિ બિલ પસાર કર્યા હતા.આ બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ બિલ હવે કાયદો બની ચૂક્યો છે.
કૃષિ બિલ : પંજાબમાં ખેડૂતના વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે રાહુલ ગાંધી - મોદી સરકાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કૃષિ કાયદાના વિરોધમાં પંજાબમાં કોંગ્રેસના ઘરણામાં સામેલ થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી પંજાબમાં 3 ટ્રેન ટ્રેક્ટર રેલીમાં ભાગ લેશે
સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી પંજાબમાં 3 ટ્રૈન ટ્રેક્ટર રેલીમાં ભાગ લેશે.જેની શરુઆત 2જી ઓક્ટોબરથી મોગાથી કરવામાં આવશે. ત્યારબાદ 3 ઓક્ટોબરના સંગરુર અને 4 ઓક્ટોબરના રોજ પટિયાલામાં ટ્રેક્ટર રેલી પૂર્ણ કરશે.
મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કૃષિ બિલના વિરોધમાં શિરોમણિ અકાલી દળે NDA સાથે છેડો ફાડી નાંખ્યો છે. આ પહેલા હરસિમરત કૌરે બિલના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. કૃષિ બિલને લઈ ઘણા રાજ્યોમાં ખેડુતો અને વિરોધી પક્ષો બિલનો વિરોધ કરી રહ્યા છે.