કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે NCP નેતા ધનંજય મુંડેના નિવાસ સ્થાને બેઠક કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સર્વસંમતી સાથે ફોર્મ્યુલા આવવામાં થોડો સમય લાગી શકે છે, પણ 50 ઉમેદવારોની પ્રથમ યાદી 2 ઓક્ટોબર સુધીમાં આવી જશે.
મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 51 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અશોક ચૌહાણનું નામ પણ સામેલ
મુંબઈ: મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચે ગઠબંધનના થાય તેવા સંકેત જણાઈ રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસે 51 ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરી છે. જેમાં અશોક ચૌહાણનું નામ પણ સામેલ છે. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.
Maharashtra congress latest news
આ બંને પાર્ટીઓ વચ્ચે બે ઓક્ટોબરના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે, જેનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે.
Last Updated : Sep 29, 2019, 8:41 PM IST