મીડિયા ઉપર શરદ પવારને ગુસ્સો આવવાનું કારણ છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે બુધવારે બેઠક રદ થઈ હોવાની માહિતી પત્રકારોને આપી હતી. બીજી બાજુ પ્રવક્તા નવાબ મલિકે બેઠક રદ થઈ હોવાનો ઈન્કાર કર્યો હતો. બંનેના વિરોધાભાસી નિવેદનોનાં કારણે અનેક ચર્ચાઓ ઉઠી હતી.
એનસીપીના નેતા અજિત પવારે શરદ પવારના ઘરની બહાર ઉભેલા પત્રકારોને કહ્યુ હતું કે, તેઓ તેમના મતવિસ્તાર બારામતી જઈ રહ્યા છે. અજીત પવારે પત્રકારોના જવાબ આપવાનો પણ ઈન્કાર કર્યો હતો. પવારે પત્રકારોને એક જ લાઈનમાં કહી દીધું હતું કે, 'બેઠક રદ થઈ ગઈ છે. મને નથી ખબર કે હવે ક્યારે યોજાશે'