ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસના 22 ધારાસભ્યોમાંથી 13 બળવાખોર પાર્ટી નહી છોડેઃ દિગ્વિજય સિંહ - NATIONALNEWS

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, મધ્યપ્રદેશમાં પાર્ટીના 22 બળવાખોર ધારાસભ્યમાંથી 13 ધારાસભ્યોએ આશ્વાસન આપ્યું છે કે, તેઓ કોંગ્રેસ છોડશે નહી. તેમણે વિશ્વાસ વ્યકત કર્યો કે, કમલનાથના નેતૃત્વ હેઠળની સરાકર વિશ્વાસ મત જીતી લેશે. સિંહે કહ્યું કે, અંદાજો નથી લાગતો કે, સિંધિયા પાર્ટી છોડી.

ETV BHARAT
ETV BHARAT

By

Published : Mar 11, 2020, 7:49 PM IST

નવી દિલ્હીઃ એક દિવસ પહેલા કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડી અને ફરી 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. સિંહે કહ્યું કે, સિંધિયા રાજ્યસભા માટે કોંગ્રેસના ઉમેદવાર થઈ શકતા હતા. પરંતુ અતિ મહત્વકાંક્ષી નેતા પ્રધાન પદ મોદી-શાહ જ આપી શકે છે.

તેમણે કહ્યું કે, સિંધિયાને મધ્યપ્રદેશમાં નાયબ મુખ્યપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેઓ ઇચ્છે છે કે, તેમના નામાંકિત આ પદ સંભાળે. જોકે, કમલનાથે શિષ્યને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર ભાંગી પડવામાં શિવરાજસિંહ ચૌહાણ નિષ્ફળ થયા બાદ ભાજપે સિંધિયાને તૈયાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ધારાસભ્યોને વધુ પૈસાની ઓફર કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details