કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને ઝામુમો વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને હરાવવા માટે ગઠબંધનમાં આવવાના પ્રયત્નો કરી રહ્યા છે.ઝારખંડમાં નવેમ્બર-ડિસેમ્બરરમાં 81 સભ્યોવાળી વિધાનસભા માટે પાંચ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે થશે જ્યારે અંતિમ તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે, જેનું પરિણામ 23 ડિસેમ્બરે આવશે.
ઝારખંડ ચૂંટણી: કોંગ્રેસ અને ઝામુમો વચ્ચે આજે સીટોની વહેંચણીની જાહેરાત થવાની શક્યતા - ઝારખંડ વિધાનસભા ચૂંટણી
નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચા વચ્ચે સીટોની વહેંચણીને લઈ અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. શુક્રવારના રોજ આ વાતની જાહેરાત થાય તેવી પુરેપુરી સંભાવના છે.
ઝારખંડ ચૂંટણી
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, કોંગ્રેસ અને ઝામુમોના વરિષ્ઠ નેતાઓ વચ્ચે સીટોની વહેંચણી પર સમાધાનને લઈ અંતિમ તબક્કામાં વાત ચાલી રહી છએ. શુક્રવારના રોજ રાંચિમાં આ અંગેની જાહેરાત થાય તેવી શક્યતા છે.