ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રશિયા જતી વખતે વિદેશ પ્રધાન જયશંકર ઈરાનના વિદેશ પ્રધાન સાથે કરી શકે છે મુલાકાત

રાજનાશ સિંહ બાદ વિદેશ પ્રધાન એસ જયશંકર આજે એટલે કે મંગળવારે રશિયાના પ્રવાસ માટે રવાના થઈ શકે છે. વિદેશ પ્રધાન મોસ્કોમાં આયોજિત sco બેઠકમાં સામેલ થવા માટે રશિયા જઈ રહ્યાં છે.

Jaishankar
Jaishankar

By

Published : Sep 8, 2020, 7:50 AM IST

Updated : Sep 8, 2020, 9:12 AM IST

નવી દિલ્હીઃ વિદેશપ્રધાન એસ જયશંકર રશિયાના પ્રવાસે જઈ રહ્યાં છે. આ દરમિયાન જયશંકર મંગળવારે એટલે કે આજે ઈરાન રોકાઈ શકે તેવી સંભાવના છે.

જયશંકર મોસ્કોમાં આયોજિત આઠ સભ્યોની શંઘાઈ સહયોગ સંગઠન(SCO) ના વિદેશપ્રધાનોની બેઠકમાં સામેલ થવા માટે રશિયાના પ્રવાસે જઈ રહ્યાં છે, જે સંગઠનમાં ભારત અને ચીન પણ સભ્ય છે. મોસ્કો માટે રવાના થતાં પહેલા જયશંકર તેહરાનમાં ઈરાનના વિદેશ પ્રધાન જવાદ જરીફ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

જોકે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ તાજેતરમાં જ રશિયાના પ્રવાસેથી પરત આવ્યાં છે. તેઓ પણ મોસ્કોમાં યોજાયેલી રક્ષા પ્રધાનોની બેઠકમાં સામેલ થયાં હતા. હવે આઠ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકનું મોસ્કોમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદેશ પ્રધાન એસ જયશંકર ભાગ થશે. આ બેઠકમાં ભાગ લેવા માટે મંગળવારે એસ જયશંકર ચીની ડેસ્ક સાથે મોસ્કો પહોંચશે. જયારે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી બુધવારે પહોંચશે.

અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ભારત ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે ચર્ચા કરી શકે છે. લદ્દાખમાં સ્થિતિ જોઈને બંને નેતા આ મુદ્દે કઈંક નિર્ણય લઈ શકે છે.

નોંધનીય છે કે આની વચ્ચે આજે ચીની સેનાએ ભારતીય સેના પર એલએસી ક્રોસ કરી ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

Last Updated : Sep 8, 2020, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details