ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હૈદરાબાદને ‘સેફ ટેરર ઝોન’ કહેવા મુદ્દે ઓવૈસી અને રેડ્ડીમાં તકરાર - safe terror Zone

હૈદરાબાદ: AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને ગૃહ રાજ્યપ્રધાન પદ સંભાળનાર કિશન રેડ્ડીની વચ્ચે હૈદરાબાદને લઈને તકરાર શરૂ થઈ રહી છે. ઓવૈસીએ કહ્યું કે, રેડ્ડી હૈદરાબાદ શહેરને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે. આ પર રેડ્ડીએ કહ્યું કે, તેમણે તે જ કહ્યું, જે હકીકત છે.

HYDને સેફ ટેરર ઝોન કહેવા પર ઓવૌસી અને રેડ્ડીમાં તકરાર

By

Published : Jun 2, 2019, 10:05 AM IST

ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે, પૂરા દેશમાં કેટલીક એવી જગ્યા છે, જ્યાં આતંકવાદી પ્રવૃતિ વધી રહી છે. જો બેંગ્લોર અથવા ભોપાલમાં કોઈ દુર્ઘટના થાય છે, તો તેનું મુળ હૈદરાબાદમાં મળે છે. રાજ્ય પોલીસ અને NIA દ્વારા ગત બે-ત્રણ મહીનોમાં અહીંથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. જેનો ઉલ્લેખ કરવો ખોટું નથી.

કિશન રેડ્ડીનું નિવેદન
કિશન રેડ્ડીનું નિવેદન

ઓવૈસીએ કહ્યું કે, “એક પ્રધાને આવું કરવું જોઈએ નહીં. આ દર્શાવે છે કે, તેઓ હૈદરાબાદ અને તેલંગણાને ધિક્કારે છે. આ પ્રકારના બેજવાબદાર નિવેદનની અમે આશા કરી રહ્યાં ન હતા, પરંતુ શું કરીએ, તેમને જ્યાં પણ મુસ્લિમ દેખાય છે, તેને આતંકી માની બેસે છે. એવામાં અમે તેમની સારવાર કરી શકતા નથી.”

અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન
અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન

ઓવૈસીએ કટાક્ષ કરતા કહ્યું કે, “ગત 5 વર્ષમાં કેટલીવાર IB, રૉ અને NIAવાળા હૈદરાબાદ આવ્યા છે. આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, કે તેઓ આ પ્રકારનું નિવેદન આપી રહ્યાં છે.”

અસદુદ્દીન ઓવૈસીએ આપી પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details