ગુજરાત

gujarat

By

Published : Aug 12, 2020, 8:19 PM IST

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ સરકારે 28 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉનના નિર્ણયને પાછો ખેંચ્યો

પશ્ચિમ બંગાળમાં 28 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉનના નિર્ણયને પાછો લેવામાં આવ્યો છે. જો કે, 20, 21, 27 અને 31 ઓગસ્ટે સમગ્ર લોકડાઉન રાજ્યભરમાં લાગુ રહેશે. રાજ્ય સરકારે બુધવારે તેની માહિતી આપી હતી.

મુખ્યપ્રધાન મમતા બેનર્જી
મુખ્યપ્રધાન મમતા બેનર્જી

કલકત્તા: પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન તારીખોમાં બદલાવ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં 28 ઓગસ્ટે પૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જો કે, 20, 21, 27 અને 31 ઓગસ્ટે સમગ્ર લોકડાઉન રાજ્યભરમાં અમલમાં રહેશે. પશ્ચિમ બંગાળની સરકારે બુધવારે તેની માહિતી આપી હતી. અગાઉ, સંપૂર્ણ લોકડાઉન સંબંધિત તારીખો 28 જુલાઈએ જાહેર કરવામાં આવી હતી. તહેવારોને ધ્યાનમાં રાખીને તારીખોમાં ફેરફાર કરવાની માગ કરવામાં આવી હતી.

આ અગાઉ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે રોગચાળા અંગે એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન રાજ્યના નાણાકીય બાબતને લઇ સવાલો ઉઠાવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. કેન્દ્ર આ અંગે માર્ગદર્શિકા જારી કરે અને જણાવે કે કોવિડ-19 રોગચાળા સામે કઈ રસી ખરીદવી અને વાપરવી છે. મોદીએ આ વીડિયો કોન્ફરન્સને 10 રાજ્યોના મુખ્યપ્રધાનોના સાથે દેશમાં કોરોના વાઇરસથી ઉત્પન્ન થતી પરિસ્થિત પર ચર્ચા કરવા બેઠક બોલાવી હતી. જેમાં પશ્ચિમ બંગાળ પર સામેલ હતો.

બેનર્જીએ કહ્યું હતું કે, 'કેન્દ્ર સરકારે FRBM (નાણાકીય જવાબદારી અને બજેટ મેનેજમેન્ટ)ની મર્યાદા ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરી દીધી છે, પરંતુ બે ટકામાંથી માત્ર 0.5 ટકા જ બિનશરતી રહી છે.અમે કેન્દ્ર સરકારને એક વર્ષ માટે બાકીના 1.5 ટકા બિનશરતી રાખવા વિનંતી પણ કરીએ છીએ. "

પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા મીડિયાને અપાયેલા નિવેદનમાં, બેનર્જી તરફથી કહેવામાં આવ્યું છે કે, "આ સિવાય, કેન્દ્ર સરકાર પાસેથી GST ભરપાઈ માટે 4135 કરોડ અને કુલ રૂપિયા 53000 કરોડ રૂપિયા પ્રાપ્ત થવાની બાકી છે." તેમણે દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી કોવિડ -19 રસી અથવા સીરમનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કેન્દ્ર સરકારને આ સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવા તાકીદ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details