પૂરક આહાર આપવાથી બાળક ખુશખુશાલ રહે છે - eating a pleasurable experience
એક સાત મહિનાના બાળકને ઉલ્ટીઓ થતી હોવાને કારણે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું, તેને ખૂબ લૂઝ મોશન (ઝાડા) પણ થઈ ગયા હતા, જેનાથી તેને ખૂબ તકલીફ થતી હતી. શું કારણ હોઈ શકે ? પૂછપરછ કરતાં તેની માતાએ જણાવ્યું કે બાળકને બોટલમાં માતાના દૂધની સાથે સાથે ફક્ત ભાતનું ઓસામણ અને દાળનું પાણી આપવામાં આવતું હતું. આ હકીકત આપણને જણાવે છે કે આહારનો પ્રકાર બાળકની ભૂખ સંતોષવા માટે પર્યાપ્ત ન હતો. બાળકને માતાના દૂધ ઉપરાંત વધુ પણ કંઈક આપવાની જરૂર છે. આ બાબતે જાગૃતિના અભાવે માતા એવા રસ્તા અને સાધનોનો સહારો લે છે, જેનાથી બાળકને સારું થવાને બદલે વધુ નુકસાન થાય છે.
Complementary feeding
By
Published : Sep 7, 2020, 9:53 AM IST
પૂરક આહાર બાબતે વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ની માર્ગદર્શિકા.
6થી 9 મહિનાના બાળક માટે
માતાના દૂધ સાથે ઘરે તાજો રાંધેલો લુગ્દી જેવો તેમજ નક્કર ખોરાક આપવો જોઈએ.બાળકને બેથી ત્રણવાર ભોજન +માગે ત્યારે એક અથવા બે વાર નાસ્તો આપવો જોઈએ.
9થી 12 મહિનાના બાળક માટે
હવે ધીમે ધીમે ભોજનની સંખ્યા વધારવી જોઈએ. ત્રણથી ચાર જેટલા મુખ્ય ભોજન ઉપરાંત એકથી બે વધારાના ભોજન (નાસ્તા) આપવા જોઈએ.
12થી 24 મહિનાના બાળક માટે
ત્રણથી ચાર મુખ્ય ભોજન આપો. ઉપરાંત બેવાર નાસ્તા આપો. માત્રા વધારો.
ઓછામાં ઓછાં બે વર્ષ સુધી માતાનું દૂધ - સ્તનપાન ચાલુ રાખો. તે પછી જો માતાની ઈચ્છા હોય તો તે બાળકને સાત વર્ષની વય સુધી સ્તનપાન કરાવવાનું ચાલુ રાખી શકે છે.
માતાના દૂધ અને પૂરક આહારની જરૂરિયાત બાળકની ઉંમરની સાથે બદલાય છે ?
હા, એવું થાય છે. આ કોઠો એ બાબત સરળતાથી સમજાવશે..
વય
સ્તનપાન દ્વારા મળતું પોષણ
પૂરક આહારમાંથી મળતું પોષણ
6-9 મહિના
70 %
30 %
9-12 મહિના
50 %
50 %
13-24 મહિના
30 % તેમાં ન્યુરોડેવલપમેન્ટ (માનસિક વિકાસ) માટે મહત્ત્વપૂર્ણ ચરબી વધુ હોય છે.
70 %
છ મહિના સુધી ફક્ત સ્તનપાન શા માટે ?
સ્તનપાનથી મહત્તમ પોષણ મળે છે. તેમાં આયર્ન, ફોલિક એસિડ ઉપરાંત અનેક રક્ષણાત્મક ઘટકો હોય છે, જે બાળકના ખૂબ ઝડપી વિકાસમાં મદદરૂપ બને છે.
પૂરક આહાર કેવી રીતે શરૂ કરવો?
આ માટેના કેટલાક સોનેરી નિયમો છે, જે પાળવા જોઈએ ઃ
1. નાની નાની માત્રામાં આપવો - બહુ ઉત્સાહમાં ન આવી જવું, બાળકને વધુ પડતો ખોરાક ન ખવડાવી દેવો.
2. એક સમયે એક જ પદાર્થ - આમ કરવાથી જો બાળકને કોઈ ખાદ્ય પદાર્થની એલર્જી હોય તો જાણી શકાય છે.
3. બાળકને કોઈ ચેપ ન લાગે તે માટે સ્વચ્છતા ચુસ્તપણે જાળવવી જોઈએ.
પૂરક આહાર માટે સ્થિતિ :
બાળક 45 ડિગ્રીએ ટેકો દઈને બેઠેલું હોવું જોઈએ અથવા માતાની સામે મોઢું રાખીને બેઠેલું હોવું જોઈએ. પરિવારના અન્ય સભ્યો સાથે ટેબલ ઉપર તેને ભોજન ખવડાવો.
ભોજન સમયે શું કરવું જોઈએ :
ક્યારેય ટીવી કે મોબાઈલ સામે બાળકને ભોજન કરાવવું ન જોઈએ. બાળક સાથે આંખો મિલાવીને તેની સાથે વાતો કરતાં કરતાં તેને જમાડો. બાળકને મોટાંઓ જમતા હોય, તેવી જ રીતે ભોજન કરાવો અને મોટાઓ જેવી જ થાળીમાં જમાડો. ખાંડ, બિસ્કિટ્સ અને તૈયાર ખાદ્ય પદાર્થો ટાળો. હાથેથી છૂંદીને ખવડાવો, ચમચીનો ઉપયોગ ટાળો, નીરસતા ટાળવા માટે નવા નવા પદાર્થો તેને જમાડો, નવા રંગ, સ્વાદનો અનુભવ કરાવો, કૃત્રિમ સ્વાદ ધરાવતાં પદાર્થો ટાળો. ભોજનમાં ગોળ ઉમેરો. ઈડલી, લાડુ, કટલેટ્સ, પૌંઆ, પરોઠા વગેરે ખવડાવો. ઉપરથી મીઠું નહીં નાંખો, ચિપ્સ જેવો ખારો આહાર ન આપો, સોસ ન આપો.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ બાળકને આપવા માટેના ખોરાકના સાત જૂથ તેમજ સૂર્ય પ્રકાશ માટે સલાહ આપી છે, જેમાંથી ઓછામાં ઓછા ચાર જૂથ બાળકને આપવા જોઈએ;
1. અનાજ, 2. કઠોળ, 3. વિટામિન એ, 4. શાકભાજી અને ફળો, 5. દૂધ અને દૂધ ઉત્પાદનો, 6. ઈંડા, માંસ અને પોલ્ટ્રી તેમજ 7. વિટામિન સી, બી અને આયર્ન