કોંગ્રેસે ચૂંટણી પંચ સામે મોદી અને શાહ વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદ થતી હોવા છતા પણ 3 અઠવાડીયા વિત્યા છતા કોઈ કાર્યવાહી કરી નથી. આમ જોવા જઈએ તો ચૂંટણી પંચના આદેશનું ઉલ્લંઘન કરવા પર 72 કલાકનું પ્રચાર બેન લાગી જાય છે.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કોંગ્રેસ, મોદી-અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી - congress
ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદી અને અમિત શાહ વિરુદ્ધ કથિત રીતે આચાર સંહિતા ઉલ્લંઘન કરવાને લઈ કાર્યવાહી કરવા ચૂંટણી પંચ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચ 24 કલાકની અંદર આદેશ આપી કોઈ ઠોસ નિર્ણય લેવા અરજી દાખલ કરી છે. કોંગ્રેસે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ 23 એપ્રિલે ગુજરાતમાં રેલી કરી આચાર સંહિતા ઉલ્લંઘન કર્યું હતું.
design
કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં કહેવાયું છે કે, મોદી અને શાહ નફરત ફેલાવતા ભાષણ આપી રહ્યા છે તથા ચૂંટણી પંચના આદેશ છતા પણ રાજકીય પ્રોપગેંડા માફક સુરક્ષા બળનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે.