ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભડકાઉ ભાષણ બદલ ભોપાલમાં ઔવેસી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ - અયોધ્યા જમીન વિવાદ

ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દિન ઔવેસી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

rere

By

Published : Nov 11, 2019, 8:09 PM IST

અયોધ્યા જમીન વિવાદનો ચુકાદો આવ્યા બાદ ભડકાઉ ભાષણ આપનાર નેતા અસદુદ્દિન ઔવેસી વિરુદ્ધ સોમવારે જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

એડવોકેટ પવન યાદવે ઓવૈસી વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવા બદલ આ ફરિયાદ નોંધાવી છે. તેમજ તેઓએ આ મામલે વહેલી તકે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. આ સાથે તેમણે સુપ્રિમ કોર્ટ વિરુદ્ધ ધર્મ વિશેષના લોકોને ભડકાવવા બદલ ઔવેસી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details