નવી દિલ્હી: બાબા રામદેવ વિરુદ્ધ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અરજીમાં બાબા રામદેવ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેમણે તેમની દવાઓની ભ્રામક જાહેરાત પ્રસારિત કરી હતી, જેના કારણે લોકોમાં કોરોનાની સારવાર અંગે મૂંઝવણ ઉભી થઈ હતી. અરજીમાં બાબા રામદેવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ પણ કરવામાં આવી છે.
બાબા રામદેવ વિરુદ્ધ FIR નોંધવાની માંગ
અરજીમાં વસંત વિહાર પોલીસ સ્ટેશનના એસએચઓને આ કેસમાં બાબા રામદેવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા સૂચના આપવામાં આવી છે. બાબા રામદેવે ગત 23 જૂને કોરોનિલ કીટ લોન્ચ કરી હતી. તે સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ કીટ કોરોના રોગને મટાડશે. બાદમાં, કેન્દ્રીય આયુષ મંત્રાલયે તે દવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કંપનીએ આ દવા વિશે જાહેરાત ન કરવી જોઈએ.
રોગપ્રતિકારક શક્તિને વેગ આપતી દવા તરીકે વેચવામાં આવશે
બાબા રામદેવે 1 જૂને કહ્યું હતું કે, આયુષ મંત્રાલયે તેમને દવા વેચવાની મંજૂરી આપી છે પરંતુ તે કોરોના દવા તરીકે નહીં પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવામાં આવશે. કોરોનિલ પતંજલિ યોગપીઠ દ્વારા બનાવવામાં આવી છે અને તેનું નિર્માણ હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડની દિવ્ય ફાર્મસી દ્વારા કરવામાં આવી રહ્યું છે.