વકીલ સુધીર કુમાર ઓઝાએ જણાવ્યું કે, ગૃહપ્રધાન અમિત શાહે જ્યારે સંસદમાં જમ્મુ કાશ્મીરથી કલમ 370 અને 35Aને દુર કરવાનો નિર્ણય રજૂ કર્યો છે. બિહાર સરકારના પ્રધાન અને જમ્મુ કાશ્મીરના પૂર્વ પ્રધાન સહિત 6 લોકો વિરુદ્ધ નિવેદન આપ્યું હતુ. જેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને CM કોર્ટે સ્વીકારી કરી સુનાવણીની તારીખ આપી છે.
મુઝફ્ફરપુરમાં ફારૂક અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી વિરુદ્ધ દેશદ્રોહની ફરિયાદ નોંધાઈ
મુઝફ્ફરપુર: જિલ્લાના CJM કોર્ટેમાં બિહાર સરકારના પ્રધાન શ્યામ રજક, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તી અને ફારુખ અબ્દુલ્લા સહિત 6 લોકો વિરુદ્ધ દેશદ્રોહની ફરિયાદ દાખલ કરી છે. સુધીર ઓઝાએ તેમના વિરુદ્ધ કલમ 370 પર આપેલા નિવેદન પર ફરિયાદ દાખલ કરી છે. આ મામલ પર 17 ઓગસ્ટના રોજ સુનાવણી થશે.
કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરના પુનગર્ઠન બિલ રજુ કર્યુ છે. આ બિલ અનુસાર જમ્મુ કાશ્મીરને બે વિભાગમાં વહેચવામાં આવ્યું છે. જેમાં જમ્મુ કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. લદ્દાખ બીજું કેન્દ્રશાસિત પ્રદેશ થશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરથી કલમ 370 અને 35Aને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છેે.
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં આનો વિરોધ થયો હતો. બિહાર સરકારના પ્રધાન અને JDU નેતા શ્યામ રજકે જમ્મુકાશ્મીર બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરથી કલમ 370 દુર કરવાનો પ્રસ્તાવનો વિરોધ કરીયે છીએ. તેમણે કહ્યુ કે, કલમ 370ને દુર કરવાના નિર્ણય પહેલા બધી પોર્ટીઓ સાથે વાત-ચીત કરવી જોઈએ. સૌને વિશ્વાસમાં લેવા જોઈએ, આજનો દિવસ લોકશાહી માટે કાળો દિવસ છે.