ફરિયાદી અભિષેક દુબે તરફથી નવી દિલ્હી પોલીસ કમિશ્નરને આ વિષયમાં સંસદ માર્ગ સ્થિત આવેલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
રામ મંદિર સુનાવણી: કોર્ટમાં રામ મંદિરનો નક્શો ફાડનારા વકીલ સામે ગુનો નોંધાયો - વકીલ પર પોલીસમાં ફરિયાદ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ મંદિર કેસની સુનાવણી દરમિયાન નક્શો ફાડવાની ઘટના બની હતી. જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કોર્ટમાં ચીફ જસ્ટિસની હાજરીમાં જ રામ મંદિરનો નક્શો ફાડનારા વકીલ રાજીવ ધવન વિરુદ્ધ નવી દિલ્હીમાં સંસદ માર્ગ સ્થિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અરજી કર્તાનું આ અંગે કહેવું છે કે, રાજીવ ધવન જેવા દેશના આટલા મોટા વરિષ્ઠ વકીલ પાસેથી આવી આશા નથી કે, તેઓ સુપ્રીમ કોર્ટની અંદર આવી રીતે દેશના કાનૂનની મજાક ઉડાવે. તેમણે જે કર્યું તે ક્યારેય અસહ્ય છે. જ્યારે દેશમાં કાયદાના રક્ષક જ આવી રીતે શરમજનક પ્રવૃતિ કરી સસ્તી પ્રસિદ્ધી મેળવે ત્યારે કાયદાની રક્ષા કોણ કરશે ?
દિલ્હી ભાજપના પૂર્વાંચલ મોર્ચાના આઈટી સેલના સંયોજક અને અરજીકર્તા અભિષેક દુબેએ પોતાની અરજીમાં લખ્યું છે કે, 16 ઓક્ટોબર, 2019ના રોજ રામ મંદીર મામલે ચાલી રહેલી સુનાવણીના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટના વકીલ રાજીવ ધવન દ્વારા રામ મંદિરનો નક્શો ફાડીને ફેંકી દીધો હતો. તેમણે દેશમાં અરાજકતા ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો.