ગુજરાત

gujarat

ETV Bharat / bharat

"મેં ભી ચોકીદાર" ઝુંબેશને લઇ ECએ ભાજપના સભ્યોને ફટકારી નોટિસ

ન્યૂઝ ડેસ્ક : સોશિયલ મીડિયા પર વીડિયોને શેર કરવાની બાબાત પર ચૂંટણી આયોગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. "મેં ભી ચોકીદાર" ઝુંબેશને લઇ ચૂંટણી પંચે ભાજપના સભ્યોને નોટિસ ફટકારી છે. આ નોટિસ સોશિયલ મીડિયા પર શેયર કરવાની બાબતને લઇ આપવામાં આવી છે. ભાજપને ચૂંટણી આયોગની પરવાનગી લીધા વગર સોશિયલ મીડિયા પર "મેં ભી ચોકીદાર" ઝુંબેશનો વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આયોગે ભાજપ ચૂંટણી સમિતિના સભ્ય નીરજ કુમાર પાસેથી આ બાબતે જવાબ રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે.

By

Published : Mar 28, 2019, 1:37 AM IST

"મેં ભી ચોકીદાર" ઝુંબેશને લઇ EC ભાજપના સભ્યોને નોટિસ

ચૂંટણી આયોગે નીરજ પાસેથી આ બાબતે 3 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આયોગે કહ્યું કે તેમની માડિયા સર્ટિફિકેશન એન્ટ મોનીટરિંગ કમિટીએ 16 માર્ચ ના રોજ તેમને નોટિસ ફટકી હતી. નોટિસમાં તેમણે કહ્યું કે વીડિયોમાં આર્મીના જવાન પણ જોવા મળી રહ્યા છે. આ અગાઉ આ માસની શરૂઆતમાં આયોગે તમામ રાજનીતિક પાર્ટીઓને આદેશ આપ્યો હતો તે આ ચૂંટણી પ્રચારમાં સેનાના જવાનો તથા તેમના ફોટોનો ઉપયોગ નહીં કરી શકે.


ABOUT THE AUTHOR

...view details