મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે કોરોનાનું સંકટ હજી ટળ્યું નથી. તમામ લોકોએ કોરોના સામે લડત ચાલુ રાખવાની છે. તેથી મહારાષ્ટ્રના લોકો ગંભીરતાથી પ્રતિબંધોનું પાલન કરે અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરે. જો લોકો આવું કરવામાં નિષ્ફળ રહ્યા તો રાજ્યમાં ફરી વખત લોકડાઉન લાગુ કરવાની ફરજ પડશે.
મહારાષ્ટ્રમાં લોકો પ્રતિબંધોનું ગંભીરતાથી કરે પાલન, નહીં તો ફરી લાગશે લોકડાઉન : ઉદ્ધવ ઠાકરે - Corona Update
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં કેસોની સંખ્યા અંદાજે 95,000 એ પહોંચવાની આરે છે. જ્યારે આશરે 3500 લોકોના મોત થઇ ચૂકયા છે. છેલ્લાં 24 કલાકમાં 3254 નવા કેસ સામે આવ્યા છે અને 149 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોના વધતાં સંક્રમણની વચ્ચે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફરીથી લોકડાઉન લાગૂ કરવાના સંકેત આપ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે
તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકલ ટ્રેનો શરૂ કરવાની માંગ કેન્દ્રને કરવામાં આવી છે. લોકડાઉનના કારણે કેટલાય લોકો ફરીથી ટ્રેન શરૂ કરવાની માગંણી કરી રહ્યાં છે જે અંગ અમે કેન્દ્ર સરકરાને ભલામણ કરી છે. શટડાઉનના લીધે કેટલાંય લોકો પોતાની ડ્યુટી શરૂ કરી શકયા નથી.
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, લોકડાઉનમાં અપાયેલી છુટ જો જીવલેણ બની જાય તો સમગ્ર મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાદવામાં આવે તેવું બની શકે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તમામ લોકો સાવચેતી સાથે ગંભીરતાથી પ્રતિબંધોનું પાલન કરે.