ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંતજલિની કોરોનાની દવાના વિજ્ઞાપન પર આયુષ મંત્રાલયની રોક, રામદેવે કહ્યું- કોમ્યુનિકેશન ગેપ હતો - સ્વસારી

આયુષ મંત્રાલયનું કહેવું છે કે, પતંજલિ તરફથી જે દાવો કરવામાં આવ્યો છે તેના ફેક્ટ અને સાઇન્ટિફાઇડ સ્ટડીને લઇને મંત્રાલય પાસે કોઇ જાણકારી પહોંચી નથી. જેના પર પતંજલિના યોગ ગુરૂ રામદેવે કહ્યું કે, અમે મંજૂરી લઇને જ ક્લીનિકલ ટ્રાયલ કર્યું છે.

Etv Bharat, Gujarati News, Baba Ramdev
Baba Ramdev

By

Published : Jun 24, 2020, 7:43 AM IST

નવી દિલ્હીઃ પતંજલિએ મંગળવારે દાવો કર્યો છે કે, તેમણે કોરોનામાંથી મુક્તિ આપનારી એક દવાની શોધ કરી છે. આયુષ મંત્રાલયે મીડિયાના સમાચારને આધારે આ મામલે તપાસ શરુ કરી છે.

આયુષ મંત્રાલયનું કહેવું છે કે, પતંજલિ તરફથી જે દાવો કરવામાં આવ્યો છે તેના ફેક્ટ અને સાઇન્ટિફાઇડ સ્ટડીને લઇને મંત્રાલય પાસે કોઇ જાણકારી પહોંચી નથી. જેના પર પતંજલિના યોગ ગુરૂ રામદેવે કહ્યું કે, અમે મંજૂરી લઇને જ ક્લીનિકલ ટ્રાયલ કર્યું છે.

બાબા રામદેવે કહ્યું કે, આ સરકાર આયુર્વેદને પ્રોત્સાહન અને ગૌરવ આપનારી છે, જે કોમ્યુનિકેશનના ગેપ હતા, તે દૂર થયા છે અને Randomised Placebo Controlled Clinical Trials ના જેટલા પણ સ્ટાન્ડર્ડ પેરામીટર્સ છે, તે બધાને 100 ટકા પુરા કરવામાં આવ્યા છે. આ બધી માહિતી અમે આયુષ મંત્રાલયને આપી છે.

યોગ ગુરૂ રામદેવે કહ્યું કે, આટલું મોટું કામ કર્યું છે કે, આટલા પ્રશ્નો તો થવાના જ છે. બધાના જવાબ આપ્યા છે. આ જે સરકાર છે તે આયુર્વેદ વિરોધી સરકાર નથી. મંજૂરી મળ્યા બાદ જ આગળ વધે. રજિસ્ટ્રેશન નંબર પણ આપવામાં આવ્યા છે. અમે 100 ટકા ક્લીનિકલ ટ્રાયલ માટે જે સરકાર દ્વારા નિર્ધારિત છે, તે બધા માપદંડોનું પાલન કર્યું છે. જે અપ્રુવલ લેવાનું હોય તે પણ લીધું છે. મને લાગે છે કે, થોડો કોમ્યુનિકેશન ગેપ હતો, જે હવે ખતમ થયો છે. હવે તેમાં કોઇ વિવાદ નથી. આચાર્ય રામકૃષ્ણએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

રામદેવે કહ્યું કે, અમારે વિજ્ઞાપન કરવાની જરુર નથી. આ સમયે લાખો લોકો આ દવા માંગી રહ્યા છે. અમારી એડવર્ટાઇઝ કરવાની કોઇ ઇચ્છા નથી. જે ક્લીનિકલ કન્ટ્રોલના પરિણામો છે અમે તેની જાહેરાત કરી છે. અમે પોતે પણ નીમ્સના ડોકટરોને પૂછ્યું હતું. 280 ડોકટરોનો ડેટા અમારી પાસે છે.

હકીકતમાં બાબા રામદેવે મંગળવારે કોરોનાની દવા લૉન્ચ કરી હતી. કોરોનિલ નામની આ દવા બાબા રામદેવ લઇને આવ્યા છે અને એ દાવો કરી રહ્યા છે કે, આ દવાથી કોરોનાના દર્દીઓને 7 દિવસમાં 100 ટકા સ્વસ્થ કર્યા છે.

વધુમાં તેમણે દાવો કર્યો કે, દવાઓના ટ્રાયલ દરમિયાન ત્રણ દિવસની અંદર 69 ટકા રોગી નેગેટિવ થયા હતા. આ ઉપરાંત ટ્રાયલ દરમિયાન સાત દિવસમાં 100 ટકા દર્દીઓને કોરોના નેગેટિવ આવ્યો હતો. કોરોનિલ બનાવ્યા બાદ બાબાએ એમ પણ કહ્યું કે, લોકો આ વાતથી ઇર્ષા અનુભવે છે કે, કોઇ સંન્યાસીએ કોરોનાની દવા બનાવી છે.

ABOUT THE AUTHOR

...view details