આ અંગે માહિતી આપતા રાજ્ય ન્યાયિક અકાદમીના નિર્દેશક રાજીવ ગુપ્તાએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્ર સરકારના 108 કાયદાઓ લાગુ પડશે. તેમજ રાજ્યના 164 કાયદોઓનો અમલ નહીં થાય પરંતુ રાજ્યના 166 કાયદા લાગુ પડશે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વચ્ચે એક જ હાઈકોર્ટ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વચ્ચે એક જ ન્યાયાલય રાખવાનો નિર્ણય કેન્દ્ર સરકાર લીધો છે. 5 ઓગષ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવી દેવાયો હતો. તેમજ લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો. પંરતુ બંને પ્રદેશમાં એક જ હાઈકોર્ટ રહેશે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વચ્ચે એક જ હાઈકોર્ટ
ગુપ્તાએ એસજેએ દ્વારા જમ્મુના ન્યાયાધિશો માટે આયોજીત એક કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીર પુર્નગઠન અધિનિયમ,2019 નો જમ્મુ-કાશ્મીરની ન્યાયપ્રણાલી ઉપર શું અસર પડશે તે અંગે ચર્ચા કરી હતી.
તેમણે આ કાર્યક્રમમાં નિવેદન આપ્યુ હતું કે, જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ માટે એક જ ઉચ્ચ ન્યાયાલય રહેશે. પરંતુ વકીલાત માટેના નિયમો અને પ્રક્રિયાઓ જુની જે હશે એ યથાવત રહેશે.