ન્યૂઝ ડેસ્કઃ કોરોના સંકટના સમયમાં આપણે ઘરે બનાવેલું જ ભોજન જમીએ છીએ. પરંતુ અનિયમિત સમયે ભોજન લેવાથી સામાન્ય પેટ સંબંધિત તકલીફો થઈ શકે છે. જેમ કે, અપચો, હાઈપર એસિડિટિ અને ગેસ થઈ જવો.
હૈદરાબાદના એમ.ડી. આયુર્વેદ, ડૉ.પદ્માવતી કુંદારપુ,કહે છે કે,'અગ્નિ એ આપણા શરીરમાંના તમામ મેટાબોલિક કાર્યો માટે રૂપક છે. અપચો આપણા શરીરમાં નબળા પાચક અગ્નિથી પરિણમે છે. જ્યારે હાઈપરસીડિટી અને ગેસ્ટ્રાઇટિસ અતિશય ક્રિયાશીલ પાચક અગ્નિથી પરિણમે છે. પાચન સમસ્યાઓ થવાનું મૂળ કારણ આહારના નિયમોનું પાલન નહીં કરવાને કારણે થાય છે.' પાચન સંબંધિત સમસ્યાઓ થવા માટે શારીરિક અને માનસિક પરિબળો જવાબદાર હોય છે.
શારીરિક પરિબળો
- પહેલાંનું ભોજન પચ્યું ના હોય તે છતાં બીજો આહાર ગ્રહણ કરવો
- નિયમિત સમયે ભોજન ના લેવું
- જ્યારે ભૂખ ના હોય ત્યારે પણ આહાર લેવો
- વધારે તીખું અને તેલવાળો આહાર લેવો
- જમતી વખતે વધારે પાણી પીવું
- મોડી રાત્રે જમવું
- પ્રોસેસ્ડ ફૂડ લેવું
- વધારે પડતી ચા અને કૉફી પીવી
- અપૂરતી ઉંઘ લેવી
- જમ્યા પછી તરત સૂઈ જવું
- કુદરતી ક્રિયાને દબાવવું
- તમાકું, સ્મોકિંગ અને દારું
માનસિક પરિબળો
- તણાવયુક્ત જીવન
- વધારે પડતી ચિંતા, ઈર્ષ્યા, ક્રોધ, ભય
- વધારે પડતો અસંતોષ
ડૉ. પદ્માવતીએ કહ્યું કે, હરી (hurrry), વરી (worry) અને કરી (curry) આ 3 મુખ્ય કારણો છે પાચન સંબંધિત સમસ્યાઓ થવાના. તેમણે નીચે આપેલા ઘરગથ્થું ઉપચાર જણાવ્યાં છે.
- જમ્યા પછી વરિયાળી ખાવી
- દિવસમાં 2 વખત કોથમીરના દાણા ખાવા (20 એમએલ)
- અજમાનો ઉકાળો દિવસમાં 2 વખત (20એમએલ)
- જીરાનો ઉકાળો દિવસમાં 3 વખત (20એમએલ)
- તજ, આદુ, એલચીનો ઉકાળો, દિવસમાં 2 વાર (10 એમએલ)
- મધ સાથે ત્રિફળાનો ઉકાળો
- રાત્રે એક ચપટી હિંગ (હિંગ) અને 1/2 ચમચી મેથીના દાણા સાથે છાશ
કેટલીક ઉપયોગી આયુર્વેદિક દવાઓ
- આમલકી (ભારતીય ગૂસબેરી) 2 ગ્રામ, દિવસમાં બે વખત પાણી સાથે
- યષ્ટિમાધુ (લાઇસરીસ) 2 ગ્રામ, દૂધ સાથે દિવસમાં બે વાર
- સૂંઠ (સૂકુ આદુ) 1-2 ગ્રામ, દિવસમાં બે વખત પાણી સાથે
- પીપલી (મરી) 1 ગ્રામ મધ સાથે, દિવસમાં બે વાર
- શતાવરી દિવસમાં એકવાર દૂધ સાથે 2 ગ્રામ
તેઓ વધુમાં કહે છે કે, 'ઈલાજ કરતાં નિવારણ વધારે સારું. રોગોથી બચવા માટે એક તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જોઈએ. ઘરગથ્થુ ઉપચાર કોઈ પણ સમયે, કોઈપણ જગ્યાએ થઈ શકે છે અને તે સુરક્ષિત પણ છે.'