ન્યૂઝ ડેસ્કઃ કેમ્બ્રિજ હોસ્પિટલે કોવિડ-19ના ઇન્ફેક્શન માટે રેપિડ પોઇન્ટ-ઓફ કેર ન્યુક્લિક એસિડ અને એન્ટિબોડી ટેસ્ટિંગનો સંયુક્ત ઉપયોગ કરવાનું શરુ કર્યું છે. કોવિડ-19 બિમારીનું નિદાન કરવા માટે માત્ર વાઇરસ વિશે જાણ મેળવવા કરતાં આ પદ્ધતિ ચઢિયાતી હોવાનું યુનિવર્સિટી ઓફ કેબ્રિજના સંશોધકોએ દર્શાવ્યા બાદ હોસ્પિટલે આ પદ્ધતિ અજમાવી હતી.
પોઇન્ટ-ઓફ-કેર ટેસ્ટિંગ – સરળ શબ્દોમાં કહીએ તો, દર્દી જેવા હોસ્પિટલમાં આવે, તે સાથે જ તેમનું પરીક્ષણ કરવું જરૂરી છે, જેથી હેલ્થકેર વર્કર્સ ઝડપથી દર્દીઓનું નિદાન કરી શકે અને કોરોના પોઝિટિવ હોય, તેવા લોકોને તે માટેના વોર્ડમાં સારવાર માટે પહોંચાડી શકે. તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે, કેમ્બ્રિજના સંશોધકો દ્વારા કોવિડ-19 માટે વિકસાવવામાં આવેલો નવો પોઇન્ટ-ઓફ-કેર PCR ટેસ્ટથી કોવિડ-19ના વોર્ડમાં લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેને પગલે વર્તમાન લેબ ટેસ્ટિંગની વ્યવવસ્થાની તુલનામાં દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે છે અને તેમને જલ્દી ડિસ્ચાર્જ કરવામાં આવે છે.
PCR ટેસ્ટમાં વાઇરસમાંથી અત્યંત સૂક્ષ્મ માત્રામાં RNA કાઢીને લાખો વખત તેને કોપી કરીને વાઇરસની હાજરીની પુષ્ટિ કરે, તેટલી માત્રામાં તેને બનાવવામાં આવે છે. નાકનાં નસકોરાંની અંદર તથા ગળાની અંદર સ્વેબ (પટ્ટી) થકી વાઇરસ નિકાળવામાં આવે છે. જોકે, વ્યક્તિમાં કોવિડ-19નાં લક્ષણો દેખાતાં 14 દિવસ જેટલો મસય લાગી જાય છે, જે દરમિયાન વાઇરસ નાક અને ગળામાંથી આગળ વધીને ફેફસાં, અન્ય કોશો તેમજ અંગોમાં પ્રવેશી ચૂક્યો હોય છે, જેના કારણે સ્વેબ ટેસ્ટ થકી તેની જાણ મેળવવી મુશ્કેલ બને છે. પરિણામે, અભ્યાસો દર્શાવે છે કે, PCR ટેસ્ટ ઇન્ફેક્શન થયાના પાંચ દિવસ પછીના અડધો-અડધ દર્દીઓ ચૂકી જઇ શકે છે.
એન્ટિબોડી ટેસ્ટ સંક્રમિત વવ્યક્તિઓની ઓળખ કરવા માટેનો એક વૈકલ્પિક માર્ગ પૂરો પાડે છે, પણ ઇન્ફેક્શન સામે પ્રતિસાદ આપવા માટે આપણી રોગપ્રતિકારક વ્યવસ્થા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલાં એન્ટિબોડીઝ સામાન્યપણે ઇન્ફેક્શન થયા પછીના ઓછામાં ઓછા છ દિવસ સુધી દેખાતા નથી.