ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શહીદ કર્નલ સંતોષ બાબુનો પાર્થીવ દેહ હૈદરાબાદ પહોંચ્યો - સંતોષ બાબુનો પાર્થિવ શરીર

શહીદ કર્નલ સંતોષ બાબુનો પરિવાર દિલ્હીથી હૈદરાબાદ પહોંચ્યો છે. ત્યારે સંતોષ બાબુનો પાર્થિવ દેહ પણ બુધવારે બપોરના 3.30 વાગ્યા સુધીમાં હૈદરાબાદ લાવવામાં આવ્યો હતો.

શહીદ કર્નલ સંતોષ બાબુનો પાર્થીવ શરીર હૈદરાબાદ પહોંચ્યો
શહીદ કર્નલ સંતોષ બાબુનો પાર્થીવ શરીર હૈદરાબાદ પહોંચ્યો

By

Published : Jun 17, 2020, 4:20 PM IST

હૈદરાબાદ: કર્નલ સંતોષ બાબુનો પરિવાર દિલ્હીથી હૈદરાબાદ પહોંચ્યો છે. ત્યારે ભારત અને ચીન વચ્ચેની હિંસક અથડામણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુનો પાર્થિવ શરીર બપોરના 3.30 વાગ્યે લાવવામાં આવ્યો હતો.

શહીદ સંતોષનો પરિવાર સવારે દિલ્હીથી શમશાબાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેઓ સૂર્યાપેટ જવા રવાના થયા હતા. સંતોષ બાબુના પાર્થિવ દેહને આજે સાંજ સુધીમાં તેમના વતન જિલ્લા સૂર્યપેટ લાવવામાં આવશે.

ફ્લાઇટ નંબર AN -32 થી શહીદ કર્નલના પાર્થિવ દેહને સવારે 10.30 કલાકે લદ્દાખથી સિકંદરાબાદ પહોંચ્યો હતો અને બપોરે 3.30 વાગ્યે હાકીમ્પેટ આર્મી બેઝ એરપોર્ટ લઇ જવામાં આવશે.

જણાવી દઈએ કે, સોમવારે રાત્રે પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં કર્નલ સંતોષ બાબુ શહીદ થયા હતા. બાબુ, જે તેલંગણાના સૂર્યપેટ જિલ્લાના છે, તે 16 બિહાર રેજિમેન્ટમાં કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તે પત્ની અને બે બાળકો સાથે દિલ્હીમાં રહેતા હતા.

ABOUT THE AUTHOR

...view details