હૈદરાબાદ: તેલંગાણા સરકારે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુની પત્નીને ડેપ્યૂટી કલેક્ટર તરીકે નિમણૂક કર્યા છે.
તેલંગાણા: ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સંતોષ બાબુની પત્નીને નોકરી, બન્યા ડેપ્યૂટી કલેક્ટર - તેલંગાણા સરકાર ન્યૂઝ
તેલંગાણા સરકારે વાસ્તવિક નિયંત્રણ લાઇન પર ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુની પત્નીને સરકારી નોકરી આપી છે. રાજ્ય સરકારે તેમને ડેપ્યૂટી કલેક્ટર બનાવ્યા છે.
તેલંગાણાતેલંગાણા
તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે સંતોષીને નિમણૂક પત્ર આપ્યો હતો.
ગયા મહિને 15 જૂને ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં કર્નલ સંતોષ બાબુ સહિત 20 સૈનિકો શહીદ થયા હતા. આ હિંસક અથડામણમાં 43 ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. જોકે, ચીને હજી સુધી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.