ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો, 2 વખત વીરતા પુરસ્કારથી સમ્માનિત કર્નલ આશુતોષ શર્માની શૌર્યગાથા... - જમ્મુ-કાશ્મીરના તાજા સમાચાર

ઉત્તર કાશ્મીરના હંદવાડા વિસ્તારના એક ગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક કર્નલ અને એક મેજર સહિત 5 સુરક્ષાકર્મી શહિદ થયા છે. અથડામણમાં સુરક્ષાકર્મીઓએ 2 આતંકીને ઠાર માર્યા છે. અથડામણમાં શહિદ થનારા કર્નલ આશુતોષ શર્માને 2 વખત વીરતા પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

ETV BHARAT
જાણો, 2 વખત વીરતા પુરસ્કારથી સમ્માનિત કર્નલ આશુતોષ શર્માની શોર્યગાથા

By

Published : May 3, 2020, 4:54 PM IST

શ્રીનગરઃ 21 રાષ્ટ્રીય રાઈફલ્સ યૂનિટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા, જે હંદવાડામાં ઓપરેશનમાં શહિદ થયા છે, તે 2 વખત વીરતા પુરસ્કારથી સમ્માનિત થયા છે. તેમની કાઉન્ટર ટેરેરિઝમ ઓપરેશનમાં નિપૂણતા છે. ગાર્ડ્સ રેઝિમેન્ટથી આવનારા કર્નલ શર્મા લાંબા સમયથી કાશ્મીર ખીણમાં તૈનાત હતા. કમાન્ડિંગ ઓફિસર તરીકે, પોતાની બહાદૂરી માટે કર્નલને સેનાનો મેડલ પણ મળ્યો હતો. કર્નલની આગેવાનીમાં ભારતીય સુરક્ષાદળોએ આતંકી વિરુદ્ધ ઘણા ઓપરેશનોને અંજામ આપ્યો છે.

ગ્રેનેડ હુમલો થતાં રોક્ચો

સેનાના અધિકારીઓએ કહ્યું કે, ગાર્ડ્સ રેઝિમેન્ટ સાથે જોડાયેલા આશુતોષ શર્મા લાંબા સમયથી કાશ્મીર ખીણમાં સેવા આપી રહ્યા હતા. તેમને 2 વખત વીરતા માટે પુરસ્કાર પણ મળ્યો છે. જેમાં એક કમાન્ડિંગ ઓફિસરના રૂપે તેમની બહાદૂરી સામેલ છે. તેમને કમાન્ડિંગ ઓફિસરના રૂપે વીરતા પુરસ્કાર ત્યારે મળ્યો હતો, જ્યારે એક આતંકવાદી પોતાની સાથે ગ્રેનેડ રાખી રસ્તા પર લોકો તરફ ભાગી રહ્યો હતો. કર્નલ શર્માએ તે આતંકવાદીને નજીકથી ગોળી મારી હતી. જેનાથી જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે તેમના ઘણા સૈનિકોનો જીવ બચ્યો હતો.

ભારતીય સેનાને એક મોટો ઝટકો

કર્નલ શર્માની શહિદી ભારતીય સેનાને એક મોટો ઝટકો છે. કાશ્મીર ખીણમાં સેનાએ એટલા મોટા અધિકારીને 5 વર્ષ અગાઉ ગુમાવ્યા હતા. જાન્યુઆરી 2015માં ખીણમાં એક ઓપરેશનમાં કર્નલ એમ.એન.રોય શહિદ થયા હતા. તે જ વર્ષે નવેમ્બરમાં કર્નલ સંતોષ મહાદિકે પણ શહિદી વોરી હતી.

21 રાષ્ટ્રીય રાઈફલ્સે વર્ષ 2000માં પોતાના સીનિયર ઓફિસર્સને ગુમાવ્યા હતા. ત્યારે કુપવાડામાં આતંકવાદીઓએ એ રિમોટ કન્ટ્રોલ આઈઈડી બ્લાસ્ટના માધ્યમથી સીઓ કર્નલ રાજિંદર ચૌહાણ અને બ્રિગેડર બીએસ શેરગિલની ગાડીને નિશાન બનાવ્યું હતું. જેમાં 5 જવાન પણ ઘાયલ થયા હતા.

હંદવાડા અથડામણમાં થયા શહિદ

ઉત્તર કાશ્મીરના હંદવાડાના ચાંઝમુલ્લા વિસ્તારમાં ચાલી રહેલા અભિયાનમાં કર્નલ આશુતોષ શર્મા સહિત મેજર અનુજ, એક લાંસ નાયક, એક રાઈફલમેન અને જમ્મુ-કાશ્મીર પોલીસના સબ-ઈન્સપેક્ટર શકીલ શહિદ થયા છે. હંદવાડા અથડામણ 16 કલાક ચાલ્યું. આ ઓપરેશનમાં 2 આતંકવાદીઓને પણ ઠાર મારવામાં આવ્યા છે.

કેવી રીતે ચાલ્યું ઓપરેશન?

ઉલ્લેખનીય છે કે, રવિવારે એક ઘરમાં આતંકવાદી હોવાની ગુપ્ત માહિતી મળવાથી સુરક્ષાદળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમમાં રાષ્ટ્રીય રાઈફલ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન સામેલ હતા. આતંકવાદીઓએ ચાંઝમુલ્લા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બંધક બનાવ્યા હતા. સુરક્ષાકર્મીઓ આ નાગરિકોને સુરક્ષિત બહાર લાવી રહ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળી વરસાવવી શરૂ કરી દીધી હતી. ઘણી ગોળીએ જવોનોને વાગી, પરંતુ તે મિશનમાંથી પાછળ હટ્યા નહીં. સેનાની જવાબી કાર્યવાહીમાં સૈન્યએ 2 આતંકવાદીને ઠાર માર્યા છે.

સંરક્ષણ પ્રધાને દુખ વ્યક્ત કર્યું

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અથડામણમાં શહિદ થયેવા જવાનો અને સુરક્ષાકર્મી માટે દુખ વ્યક્ત કર્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, હંદવાડામાં આપણા જવાનો અને સુરક્ષાકર્મીઓને ગુમાવવા ખૂબ દુખદ છે. તેમણે આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની લડાઈમાં સાહસ બતાવ્યું અને દેશની સેવા કરવામાં શહિદી વોરી છે. આપણે તેમની બહાદૂરી અને બલિદાનને ક્યારેય પણ નહીં ભૂલી શકીંએ.

ABOUT THE AUTHOR

...view details