વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ઘર્ષણની ઘટનામાં સુરક્ષાબળોએ એક આંતકવાદીને મોતને ઘાટ ઉતારી દીધો છે. અન્ય 2થી 3 આંતકવાદીઓ સેનાના નિશાના પર હોવાની પણ વિગતો મળી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર - security forces
જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગ જિલ્લાના વેરીનાગમાં આંતકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ થઇ છે. વહેલી સવારથી ચાલતી અથડામણમાં સુરક્ષાબળો એક આંતકવાદીનો ખાત્મો બોલાવ્યો છે.

અનંતનાગના વેરીનાગ વિસ્તારમાં આંતકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. બંને પક્ષે ગોળીબાર ચાલી રહ્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. જેમાં એક આંતકવાદી માર્યો ગયો છે. સેનાએ આ વિસ્તારને ચારે તરફથી ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. સેનાને વેરિનાગ વિસ્તારમાં આંતકવાદીઓ છુપાયા હોવાના માહિતી મળી હતી. આંતકવાદીઓની શોધખોળ માટે સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું, જ્યાં સુરક્ષાબળોને જોઈને ફાયરિંગ ચાલુ કરી દીધુ હતુ. સેનાએ પણ આંતવાદીઓના ફાયરિંગનો વળતો જવાબ આપી રહ્યા છે