હૈદરાબાદ: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને શિક્ષક દિવસ પર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર વેબિનાર યોજવા માટે જણાવ્યું છે. (UGC)એ આ સૂચના યુનિવર્સિટીઓ અને કોલેજોને જાહેર કરી છે. પંચે તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોના કુલપતિઓને 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી પર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના સંદર્ભમાં વેબિનાર યોજવા માટે જણાવ્યું છે. મહત્વનું છે કે, 29 જુલાઈએ કેન્દ્રીય પ્રધાનમંડળે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી.
UGC એ તમામ યુનિવર્સિટીઓને કહ્યું - શિક્ષક દિવસ પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર વેબિનાર આયોજીત કરે - UGC
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને શિક્ષક દિવસ પર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર વેબિનાર યોજવા જણાવ્યું છે.(UGC)એ આ સૂચના યુનિવર્સિટીઓ અને કોલેજોને જાહેર કરી છે. પંચે તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોના કુલપતિઓને 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી પર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં વેબિનર યોજવા જણાવ્યું છે. મહત્વનું છે કે, 29 જુલાઈએ કેન્દ્રીય પ્રધાનમંડળે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી.
યુજીસી જણાવે છે કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં ઉચ્ચ અને શાળા બંને ક્ષેત્રેમાં મોટા પાયે સુધારો કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે જ્યારે કોઈ શિક્ષક શીખે છે ત્યારે આખું રાષ્ટ્ર શીખે છે. તેથી આ વર્ષે 5 સપ્ટેમ્બરે UGC એ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોની ઉજવણીમાં શિક્ષકોની ભૂમિકા વિશે ચર્ચા કરવાનું કહ્યું છે. આ ઉપરાંત UGC ની યોજના છે કે આ દિવસે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #ourteachersourheroes અને #teachersfrominida માટે અભિયાન ચલાવવામાં આવે.
UGCએ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સામાજિક અંતરના નિયમોને અનુસરીને પાંચ યુનિવર્સિટીઓને આ કાર્યક્રમ યોજવા માટે જણાવ્યું છે. આ કાર્યક્રમો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજી શકાય છે અને નિવૃત્ત શિક્ષકોને પણ તકનીકીનો ઉપયોગ કરીને સન્માનિત કરી શકાય છે.