- ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત
- દક્ષિણી રાજ્યોમાં વરસાદ માટે એલર્ટ
- બરફ વર્ષા અને વરસાદની સેવાઇ રહી છે આશંકા
નવી દિલ્હી: ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં હજૂ પણ ભારે ઠંડી પડી રહી છે. કેટલાક સ્થાનો પર રાત્રિનું તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાયુ છે. આ સાથે જ કેટલાક પ્રદેશો ધુમ્મસાચ્છાદિત રહ્યા હતા. હવામાન વિભાગ અનુસાર, કેટલાક ભાગોમાં ધુમ્મસનો પ્રકોપ હજૂ પણ જોવા મળે છે. આગામી સમયમાં પણ આ ધુમ્મસનો પ્રકોપ જળવાયેલો રહેવાની શક્યતાઓ છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ ભારે ધુમ્મસ છવાયેલું છે.
19 જાન્યુઆરી સુધી વરસાદ માટે એલર્ટ જાહેર
દક્ષિણ ભારતનાં હવામાનની વાત કરીએ તો IMD તમિલનાડુ, પોંડિચેરી, કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક આસપાસના વિસ્તારોમાં આગલા બે-ત્રણ દિવસ એટલે કે, 19 જાન્યુઆરી સુધી વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે.