ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના કહેરઃ ભારતમાં 24 કલાકમાં 54,736 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 17 લાખને પાર - કોરોનાઅપડેટ

કોરોના મહામારી વચ્ચે એક દિવસમાં 4,63,172 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સ્વાસ્થય મંત્રાલયની માહિતી મુજબ 1 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં કુલ 1,98,21,831 લોકોની તપાસ કરવામાં આવી છે.

recoveries cross
recoveries cross

By

Published : Aug 2, 2020, 11:36 AM IST

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 54,736 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોના વાઈરસના સંક્રમિત કેસની સંખ્યા 17 લાખને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 54,736 નવા કેસ નોંધાયા છે અને 853 મોત થયા છે. જેની સાથે દેશભરમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસનો આંકડો 5,67,730 સુધી પહોંચ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર દેશભરમાં કોરોના સંક્રમણના કારણે અત્યારસુધીમાં 37,364 લોકોના મોત થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 853 લોકોના મોત સામેલ છે.

દેશભરમાં અત્યારલસુધીમાં કોરોના સંક્રમણના કુલ 17,50,724 કેસ નોંધાયા છે. કુલ સંક્રમિતોમાંથી 11,45,630 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર 64.53 ટકા છે. જ્યારે મૃત્યુ દર થોડો નીચે ગયો છે. હાલમાં આ દર 2.15 ટકા છે.

કોરોના સંક્રમિતથી સૌથી પ્રભાવિત 5 રાજ્ય

કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક અને આંધપ્રદેશ છે. જેમાં મહારાષ્ટ્રમાં 4,22,118 કેસ સાથે ટોપ પર છે. ત્યારબાદ તમિલનાડુ 2,45,859, આંધપ્રદેશ 1,40,933, દિલ્હી 1,35,598 અને કર્ણાટકમાં 1,24,115 છે.

સંક્રમણથી સૌથી વધુ મોત મહારાષ્ટ્ર 14,994માં થયા છે. ત્યારબાદ દિલ્હી 3,963, તમિલનાડુ 3,935, ગુજરાત 2,441, અને કર્ણાટક 2,314નો નંબર આવે છે.

ABOUT THE AUTHOR

...view details