સોનભદ્ર: જિલ્લા શૌચાલય નિર્માણ ભ્રષ્ટાચાર રોકવા જિલ્લા પ્રશાસને શૌચાલય માટે કોડિંગ સિસ્ટમ લાગુ કરી હતી. જેથી શૌચાલય નિર્માણ ભ્રષ્ટાચાર રોકી શક્યો હતો અને સાથે લાભાર્થીઓને તેનો લાભ મળી શકશે.
જિલ્લા પંચાયત અધિકારીએ જાણકારી આપતા કહ્યું હતું કે શૌચાલય નિર્માણમાં વિભિન્ન યોજનાઓ અંતર્ગત શૌચાલયનો ભ્રષ્ટાચાર રોકવા જિલ્લા અધિકારી દ્વારા યોજના લાગુ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત સમગ્ર દેશમાં શૌચાલય નિર્માણ શરૂ કરાયું હતું આ યોજનામાં જે લોકો લાભ લઇ શક્યા નથી તેના માટે LOB, LOB2 અને NOLB યોજનાનું આયોજ કરવામાં આવ્યું છે. જેના દ્વારા ગામડાઓમાં શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્ય પ્રધાન અને ગ્રામ્ય સચિવ મળી સર્વેમાં ખોટા નામો ચડાવી શૌચાલય નિર્માણ બતાવી ગોટાળા કરવામાં આવે છે અને સાચુ સ્પષ્ટ થઈ શકતો નથી કે જે શૌચાલય કઇ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે.
આ પ્રમાણે જે લોકોને શૌચાલય મળવા જોઈએ તેને મળી શકતા નથી અને તે લોકોને શૌચાલય વિભાગના અટા ફેરા કરવા પડે છે. આ સમસ્યા માટે જિલ્લા અધિકારી દરેક સોચાલય પર અલગ-અલગ યોજનાથી કોડ નિર્દેશ કર્યા છે.
જિલ્લા પંચાયત અધિકારી ધનંજય જાયસવાલે જણાવ્યું કે,SBM યોજનાથી બનાવેલા શૌચાલય કાળા રંગના, LOB રચનાથી બનાવેલી શૌચાલય વાદળી રંગના, LOB2 યોજનાથી બનેલા શૌચાલય લાલ રંગના અને NOLB યોજનાથી બનેલા શૌચાલય લીલા રંગના હશે.
આવી રીતે સૌચાલય નિર્માણમાં થતા ગોટાળા રોકી શકાશે. જિલ્લા પંચાયત અધિકારી જણાવ્યું હતું કે, આ યોજના ફક્ત પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌથી પહેલા સોનભદ્ર જિલ્લામાં ભ્રષ્ટાચાર મુક્તિ માટે જિલ્લા અધિકારી દ્વારા લાગુ કરવામાં આવી છે.