નવી દિલ્હીઃ દિલ્હીની વિશેષ કોર્ટે મંગળવારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રેને 1999 માં ઝારખંડમાં કોલસાના બ્લોકની ફાળવણીમાં ગેરરીતિ સંબંધિત કેલસા કૌભાંડના કેસમાં દોષી ઠેરવ્યો છે. વિશેષ ન્યાયાધીશ ભરત પારસકરે અટલ બિહારી વાજપેયી સરકારમાં રાજ્ય પ્રધાન (કોલસા) રહી ચુકેલા રેને ગુનાહિત કાવતરા અને અન્ય ગુના માટે અપરાધી ઠેરવ્યા હતાં.
ઝારખંડ કોલસા કૌભાંડઃ વિશેષ કોર્ટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રેને દોષી ઠેરવ્યાં - કોલસાના બ્લોકની ફાળવણીમાં ગેરરીતિ
દિલ્હીની વિશેષ કોર્ટે મંગળવારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રેને 1999 માં ઝારખંડમાં કોલસાના બ્લોકની ફાળવણીમાં ગેરરીતિ સંબંધિત કોલસા કૌભાંડના કેસમાં દોષી ઠેરવ્યા છે.
Dilip Ray
અદાલતે કોલસા મંત્રાલયના તત્કાલિન બે વરિષ્ઠ અધિકારી, પ્રદિપ કુમાપ બેનર્જી અને નિત્યા મંદ ગૌતમ, કૈસ્ટ્રોન ટેક્નોલોજી લિમિટેડ, નિદેશક મહેન્દ્ર કુમાર અગ્રવાલ અને કૈસ્ટ્રોન માઈનિંગ લિમિટેડને પણ દોષી ઠેરવ્યાં છે.
અદાલત સજાને લઈ 14 ઓક્ટોબરે દલીલો સાંભળશે. આ મામલો 1999માં ઝારખંડના ગિરીડીહમાં બ્રહ્મડીહ કોલસાના બ્લોકની ફાળવણી સાથે જોડાયેલો છે.