ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્પેશિયલ સેલ દ્વારા ઉત્તર પૂર્વ દિલ્હી હિંસા મામલે કોચિંગ ક્લાસ સંચાલકની અટકાયત - UAPA એકટ

નવી દિલ્હીની સ્પેશિયલ સેલની ટીમ દ્વારા UAPA એકટ હેઠળ એક 36 વર્ષીય કોચિંગ ક્લાસના સંચાલકની ઉત્તર પૂર્વ દિલ્હી હિંસા મામલે અટકાયત કરી છે. તેનું નામ તસ્લીમ અહેમદ જણાવવામાં આવી રહ્યું છે. જે દક્ષિણ દિલ્હીના સંગમ વિહાર વિસ્તારનો રહેવાસી છે.

સ્પેશિયલ સેલ દ્વારા ઉત્તર પૂર્વ દિલ્હી હિંસા મામલે કોચિંગ ક્લાસ સંચાલકની અટકાયત
સ્પેશિયલ સેલ દ્વારા ઉત્તર પૂર્વ દિલ્હી હિંસા મામલે કોચિંગ ક્લાસ સંચાલકની અટકાયત

By

Published : Jun 28, 2020, 4:49 PM IST

નવી દિલ્હીઃ સ્પેશિયલ સેલની ટીમના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી તસ્લીમ અહેમદનું ગુલ્ફિશા સાથે કનેક્શન હતું જેની પહેલા જ ઉત્તર પૂર્વ દિલ્હી હિંસા મામલે અટકાયત થઈ ચૂકી છે.

આરોપી તસ્લીમ અહેમદને પહેલા જાફરાબાદ પોલીસે એપ્રિલમાં ધરપકડ કરી હતી પરંતુ તેને 2 અઠવાડિયા બાદ જામીન આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્પેશિયલ સેલ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન તેની ધરપકડ કરી દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

કોર્ટ દ્વારા તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં આ મામલે તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.

સ્પેશિયલ સેલના અધિકારીઓનું કહેવું છે કે, પોલીસને વિશ્વાસ છે કે જાફરાબાદ મેટ્રો સ્ટેશન નીચે થયેલી હિંસામાં આરોપી સામેલ હતો. હવે જ્યારે 14 દિવસ માટે તેને જેલને હવાલે કરી દેવામાં આવ્યો છે ત્યારે તેને હિંસા સંબંધિત પૂછપરછ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details