મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેના સુચનને સમર્થન આપ્યુ હતું.
વીડિયો કોન્ફરન્સમાં ઠાકરે તેમના સીએમ કાર્યલય પરથી જોડાયા હતા. મોદીએ તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે કોરોના સામેની લડાઈની, તૈયારીઓની, આગામી આયોજનોની તેમજ હાલની સ્થિતિની સમીક્ષા તેમજ ચર્ચા કરી હતી.
આ દરમિયાન ઠાકરેએ કહ્ય હતું કે, દરેક મુખ્ય પ્રધાનોએ તેમના રાજ્યમાં ધાર્મિક નેતાઓને ટકોર કરવી જોઈએ કે તેઓ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ન કરી. હાલમાં સામાજીક અંતર રાખવું ખુબ જરુરી છે. વડાપ્રધાન મોદીએ આ સુચનનું સમર્થન કર્યુ હતું.
આ વીડિયો કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે, ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, પ્રવાસન પ્રધાન આદિત્ય ઠાકરે અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતાં.