ઋષિકેશ: ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથના પિતાના ઋષિકેશના ફૂલચટ્ટી ગંગાઘાટ ખાતે મંગળવારે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. CM યોગીના મોટા ભાઈ માનવેન્દ્રસિંહ બિષ્ટે પિતાને મુખાગ્નિ આપી હતી. લોકડાઉનને કારણે યોગી આદિત્યનાથ આ સમયે હાજર રહી શક્યા નહતા. યોગીના પિતા આનંદસિંહ બિષ્ટના અંતિમ સંસ્કાર સમયે ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્રસિંહ રાવત, વિધાનસભા અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ, રાજ્યના શિક્ષણ પ્રધાન ધનસિંહ રાવત, કેબિનેટ પ્રધાન મદન કૌશિક અને યોગ ગુરુ બાબા રામદેવ ગંગા ઘાટ પર હાજર રહ્યા હતા.
ઋષિકેશ: ફૂલચટ્ટી ગંગાઘાટ પર CM યોગીના પિતાના અંતિમ સંસ્કાર કરાયા - દિલી એમસમાં મૃત્યુ પામ્યા
ઋષિકેશના ફૂલચટ્ટી ગંગાઘાટ પર ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. CM યોગીના પિતા આનંદ સિંહ બિષ્ટનું 20 એપ્રિલે સવારે દિલ્હીના AIIMSમાં 89 વર્ષની વયે અવસાન થયું હતું.

સીએમ યોગીના પિતા
ઋષિકેશના ફૂલચટ્ટીના ગંગાઘાટ પર સીએમ યોગીના પિતાનું અંતિમ સંસ્કાર કરાયું
આપને જણાવી દઈએ કે, આનંદ સિંહ બિષ્ટનું દિલ્હીની AIIMSમાં નિધન થયું હતું. બાદમાં તેમનો મૃતદેહ તેમના વતન પંચૂર લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આજે સવારે ઋષિકેશના ફૂલચટ્ટીના ગંગાઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અંતિમ સંસ્કાર સમયે સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને, ઘાટ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ માત્ર 20 લોકોને જ અંતિમ વિધિમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.