ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA પર ઉગ્ર પ્રદર્શન, યોગી આદિત્યનાથે કહ્યું ઉપદ્રવીઓની સંપતિ થશે જપ્ત - નાગરિકતા સંશોધન એક્ટ

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં અનેક વિસ્તારોમાં નાગરિકતા સંશોધન એક્ટને લઇ વિરોધ ચાલી રહ્યો છે. હસનગંજ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. અહીં પોલીસની વાનમાં આગ લગાવી હતી.ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હિંસાને લઇ કહ્યું હતું કે, હિંસા કરનાર લોકોની સંપતિને જપ્ત કરવામાં આવશે.

CAA વિરોધ પર ઉગ્ર પ્રદર્શન, યોગી આદિત્યનાથે કહ્યું ઉપદ્રવીઓની સંપતિ થશે જપ્ત
CAA વિરોધ પર ઉગ્ર પ્રદર્શન, યોગી આદિત્યનાથે કહ્યું ઉપદ્રવીઓની સંપતિ થશે જપ્ત

By

Published : Dec 19, 2019, 8:27 PM IST

Updated : Dec 19, 2019, 8:58 PM IST

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ થયેલા પ્રદર્શનો પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મીડિયા સાથે વાતચીત કરી. જેમાં સીએમ યોગીએ કહ્યું કે, “અધિકારીઓને ઉપદ્રવ પર સખ્ત કાર્યવાહી કરવા માટે કહ્યું છે અને એ વાતનાં નિર્દેશ પણ આપ્યા છે કે સામાન્ય લોકોને કોઈ અસુવિધા ના થાય.” સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, “કોઈપણ ઉપદ્રવીને બખ્શવામાં નહીં આવે અને સરકાર ઉપદ્રવ કરનારાઓની ઓળખ કરીને તેમની સંપત્તિ નીલામ કરશે અને આ પૈસાથી નુકસાનની ભરપાઈ કરશે.”

તેમણે વધુમાં કહ્યું કે, અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે સામાન્ય લોકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના થાય આ ઉપરાંત હિંસા અને ઉપદ્રવની ઘટનામાં સામેલ લોકોની ઓળખ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. પ્રદેશનાં સંભલમાં બે પરિવહન નિગમોની બસોને આગ લગાવવામાં આવી છે.

લખનઉમાં ઓબી વૈન, રોડવેઝ બસ અને વાહનોને આગ લગાવવામાં આવી છે. અસામાજિક તત્વોએ અહીં તોડફોડ કરી હતી. જ્યાં પણ સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું છે ત્યાં સરકાર કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત અમે ઉપદ્રવીઓની સંપત્તિને નીલામ કરીને આની વસૂલી કરીશું.”

Last Updated : Dec 19, 2019, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details