ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉન્નાવ કાંડ: CM યોગીએ કહ્યું, ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આરોપીને સખત સજા આપવામાં આવશે - બહુજન સમાજ પાર્ટી

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આરોપીને સખત સજા અપાવીશું. આ કેસમાં બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી કેન્દ્ર સરકારને કડક કાયદો બનાવીને આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી છે.

CM yogi
CM યોગી

By

Published : Dec 7, 2019, 1:43 PM IST

ઉન્નાવ કેસમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, ઉન્નાવ પીડિતાનું મોત અત્યંત દુ:ખદ છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પીડિતાના પરિવાર પ્રત્યે પૂર્ણ સંવેદના વ્યક્ત કરી છે. જ્યારે BSP સુપ્રિમો માયાવતીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી કેન્દ્ર સરકારને કડક કાયદો બનાવી આવા આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી છે.

આરોપીની ધરપકડ કરવામાં આવી
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, તમામ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઇ જઇને કડક સજા આપવામાં આવશે. પીડિતાને પહેલાં સારવાર માટે લખનઉ લાવવામાં આવી હતી. સ્થિતિમાં સુધાર નહીં થવાના કારણે અહીંયાના ડૉક્ટરોએ પીડિતાને દિલ્હી જવા માટે કહ્યું હતું, જ્યાં તેમનું શુક્રવાર રાત્રીએ મોત થયું છે.

માયાવતીએ દુ:ખ વ્યક્ત કર્યું
બીજી બાજૂ BSP અધ્યક્ષ માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે, જે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને સળગાવીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમનું શુક્રવારની રાત્રીએ દિલ્હીમાં દર્દનાક અને કષ્ટદાયક મોત થયું છે. આ દુ:ખમાં BSP પીડિતાના પરિવાર સાથે છે. યુપી સરકાર પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે જલ્દી આગળ આવે. આ જનતાની માગ છે.

માયાવતીનું ટ્વીટ

સાથે જ આ પ્રકારની દર્દનાક ઘટનાઓને યુપી સહિત સમગ્ર દેશમાં રોકવા માટે રાજ્ય સરકારે લોકોમાં કાયદા પ્રત્યે ડર પેદા કરવો જોઈએ. કેન્દ્રએ પણ આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આરોપીને નિશ્ચિત સમય મર્યાદામાં ફાંસીની સજા આપવાનો કાયદો જરૂર બનાવવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details