લખનઉ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લોકડાઉનનું સખત પાલન કરવાની સૂચના આપી છે. કોઈ પણ અવગણના સહન કરવામાં આવશે નહીં. સીએમ યોગીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે જો કોઇએ લોકડાઉન તોડવાનો પ્રયાસ કર્યો અથવા જો તંત્રમાં સામેલ લોકો ગડબડી કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સીએમ યોગીએ મીટીંગમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી
અધિક મુખ્ય સચિવ અવનિશ અવસ્થાએ મંગળવારે રૂટીન પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે મુખ્યપ્રધાને મંગળવારે ટીમ -11ની બેઠક યોજી હતી. બેઠકમાં કડક સૂચના આપવામાં આવી છે. મુખ્યપ્રધાને દિલ્હીની ઘટના અંગે પણ ધ્યાન લીધું છે. મુખ્યપ્રધાને એક એક વ્યક્તિની તપાસ કરવાની સૂચના આપી છે.
મુખ્યપ્રધાને જિલ્લા વહીવટીતંત્રને સૂચનાઓ આપી
તમામ ડીએમ, એસપી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે મુખ્યપ્રધાને સુચના આપી છે કે, બધાએ પોતાનું કામ યોગ્ય રીતથી કરે છે. રાજ્યમાં ક્યાંય કોઈ પગપાળાથી ન ચાલવું જોઈએ, જે ચાલતા મળે તેમને આઇસોલેટ કરી દેવામાં આવશે. હુ દરેક સૂચના પર નજર રાખી રહ્યો છુ.
બરેલીની ઘટનાને મુખ્યપ્રધાને અસભ્ય જણાવ્યું હતું
મંગળવારે નિયમિત પ્રેસ બ્રીફિંગમાં અવનીશ અવસ્થીએ કહ્યું કે, જ્યાં પણ 108 અને 102 કર્મચારીઓના પગાર બાકી છે ત્યાં તેમને પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. મુખ્યપ્રધાને બરેલીની ઘટનાને અસભ્ય ગણાવી હતી. બરેલીમાં કેટલાક લોકોને એક જગ્યાએ બેસાડીને તેમના પર જંતુનાશક દવા છાંટવામાં આવી હતી.
પોલીસે બજારમાં બ્લેક માર્કેટિંગ પકડયુ
મુખ્યપ્રધાને કમ્યુનીટી કિચનને વધુ ઝડપથી આગળ વધારવાની સૂચના આપી છે. મુખ્યપ્રધાને વારાણસીના ડીએમ અને એસપીની પ્રશંસા કરી. વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્મા અને પોલીસ કેપ્ટન બજારમાં ગયા હતા અને જાતે ખરીદી કરીને બ્લેક માર્કેટિંગ પકડયુ. મુખ્યપ્રધાને દિલ્હીની ઘટનાને ગંભીરતાથી લીધી છે.