લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બહરાઈચમાં થયેલા રોડ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમને આ આકસમાત સાથે જોડયેલા પરિવારો પ્રત્યે પોતાની સંવેદના દાખવી હતી.
UP CM યોગીએ બહરાઈચ દુર્ઘટનામાં કામદારના મોત પર વ્યક્ત કર્યો શોક
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બહરાઈચમાં થયેલા રોડ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમજ ઘાયલોને 50-50 હજાર તેમજ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
CM યોગી
મુખ્યપ્રધાન યોગીએ જિલ્લા વહીવટી તંત્રને ઘટના સ્થળે જઈ બનતી મદદ કરવા આદેશ કર્યો હતો. આ સાથે તેમણે ઘાયલોને 50-50 હજાર તેમજ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ઉલ્લખનીય છે કે, મુંબઈથી DCM પર સવાર થઈને ઘણા શ્રમિકો બહરાઈચ આવી રહ્યા હતા. જે દરમિયાન રોડ અકસ્માતમાં DCM પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 32 મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે 1 મહિલા મજૂરનું મોત નિપજ્યું હતું.