ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM યોગીએ ફરૂખાબાદ ઓપરેશનમાં જોડાયેલા પોલીસ કર્મીને 10 લાખ આપવાની કરી જાહેરાત

ફરૂખાબાદમાં બંધક બનાલેવા 23 બાળકોને સફળતાપૂર્વક છોડાવી લેવાયા છે, ત્યારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોલીસની ટીમને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

cm-yogi
cm-yogi

By

Published : Jan 31, 2020, 10:39 AM IST

લખનઉઃ ફરૂખાબાદમાં બંધક બનાલેવા 23 બાળકોને સફળતાપૂર્વક છોડાવી લેવાયા છે, ત્યારે મુખ્યપ્રધાન આદિત્યનાથે પોલીસના કાર્યને સરાહના કરતાં ઓપરેશનમાં હાજર તમામ પોલીસ કર્મીઓને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

છેલ્લા કેટલાંક દિવસ પહેલાં ફરૂખાબાદમાં 23 બાળકોને બંધક બનાવવમાં આવ્યાં હતાં. જેઓને બચાવવા માટે પોલીસે રાતદિવસ એક કર્યા હતાં. પોલીસની ટીમે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં પોલીસને બંધક બનાવેલાં 23 બાળકોને છોડાવાવમાં સફળતા મળી છે.

આમ, પોલીસની મહેનત અને કાર્યકુશળતાને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોલીસની ટીમને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમજ આ ઓપરેશનમાં જોડાયેલાં તમામ પોલીસકર્મીઓને પ્રશંસા પત્ર પણ આપવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details