લોકસાહીના પર્વ નિમિત્તે આજે રાજ્યના મુખ્યપ્રધાનએ તેમના પત્ની અંજલીબેન સાથે મતદાન કર્યું હતું. તો તેઓએ લોકોને મતદાન કરવા અપિલ કરી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે મતદાન કર્યું
રાજકોટ: સાત લોકસભાની બેઠક પર મતદાન શરૂ થઇ ગયું છે. આજે સવારે CM વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે રાજકોટની અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું
-વડાપ્રધાન મોદીએ રાણીમની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં કર્યું મતદાન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં રાણીપની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. વડાપ્રધાન મોદી જ્યારે રાણીપની શાળા ખાતે મતદાન કરવા પહોંચ્યાં ત્યારે ભાજપ અધ્યક્ષ અને ગાંધીનગર બેઠક પરથી ઉમેદવાર અમિત શાહ પહેલેથી તેમનું સ્વાગત કરવા માટે મોજૂદ કહ્યા હતા.
-જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાએ મતદાન કર્યું, કલ્યાણપુરના દેવરિયા ગામે મુળુભાઇ કંડોરિયાએ મતદાન કર્યું
-રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પરિવાર સાથે મતદાન કર્યું, રૈયા રોડ પર આવેલી અનિલ જ્ઞાન મંદિર શાળામાં મતદાન કર્યું
- મોરબીના રવાપર રોડ પર નિલકંઠ વિદ્યાલયમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ મતદાન કર્યું
- ધોરાજીમાં પોરબંદર લોકસભા બેઠકના કોંગેસના ઉમેદવાર લલીત વસોયાએ આદર્શ સ્કૂલ ખાતે મતદાન કર્યું
- મોરબીના રવાપર રોડ પર નિલકંઠ વિદ્યાલયમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ મતદાન કર્યું