સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુક્રવારની સવારે 8:30 કલાકે ઉદયપુરના ડબોક એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી રસ્તામાર્ગે નાથદ્વારાના ન્યૂ કૉટેજ પહોંચ્યા હતા. જ્યાં રાજસમંદ જિલ્લા કલેક્ટર અરવિંદ પોસવાલ તેમજ જિલ્લા અધિકારી ભૂવન ભૂષણ યાદવે પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. શ્રીનાથજી દર્શનમાં સમય લાગવાના કારણે તેમણે થોડા સમય માટે ન્યૂ કૉટેજમાં વિરામ કર્યો હતો. ત્યારબાદ તેઓ શ્રીનાથજી દર્શન માટે પહોંચ્યા હતા. ત્યાં તેમણે દર્શન કર્યા બાદ એકવાર ફરી ન્યૂ કૉટેજ પહોંચ્યા, જ્યાં બપોરનું ભોજન લઈને તેઓ ઉદયપુર ડબોક એરપોર્ટ માટે રવાના થયા હતા.
CM રૂપાણીએ કર્યા ભગવાન શ્રીનાથજીના દર્શન - loksabha election
રાજસંમદ: ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુક્રવારે એક દિવસીય પ્રવાસ માટે નાથદ્વારા પહોંચ્યા હતા. નાથદ્વારા પહોંચીને તેમણે શ્રીનાથજીના મંદિરે રાજભોગ ઝાંખીના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે મંદિરની પરંપરા અનુસાર એકલઈ અને પ્રસાદ ભેટ આપીને મુખ્ય કાર્યકારી અધિકારી સુધાકર શાસ્ત્રીએ સમાધાન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ડબોકથી તેમનો ગુજરાત જવાનો કાર્યક્રમ હતો. તો બીજી બાજુ શ્રીનાથજી દર્શન કર્યા બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભગવાન શ્રીનાથજી વડાપ્રધાન મોદીજીને એટલી શક્તિ અને સામર્થ્ય આપે કે તેઓ આવનારા દિવસોમાં ભારતની પ્રતિષ્ઠા વધારે અને ભારત એક મહાસત્તા બને.
તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન શ્રીનાથજીની કૃપાથી એક મજબૂત સમર્થન સરકાર મોદીજીના નેતૃત્વમાં બન્યું છે. તેઓ મોદીના શપથગ્રહણ સમારોહ બાદ સીધા નાથદ્વારામાં ભગવાન શ્રીનાથજીના દર્શન માટે આવ્યા હતા. અહીં શ્રીનાથજીના દર્શન કરવા માટે તેમજ આવનારા દિવસોમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ રહે તે માટે દર્શન માટે આવ્યા હતા.