નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ આગામી મહિને ભારત પ્રવાસે આવશે. તે દરમિયાન પ્રમુખ ગુજરાતનો પણ પ્રવાસ કરી શકે છે. આ અંગેની સમગ્ર માહિતી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપી હતી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારત પ્રવાસ પર આવવાના છે. તે દરમિયાન તેઓ ગુજરાત પણ આવી શકે છે. આ અંગેની પુષ્ટિ મુખ્યપ્રધાન રૂપાણીએ દિલ્હી ખાતે કરી હતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લઇ શકે છે.
'કેમ છો ગુજરાત'
વડાપ્રધાન મોદીએ અમેરિકાના હ્યુઝટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમ યોજ્યો હતો, ત્યારે અમેરિકાના પ્રમુખ પણ 'કેમ છો ગુજરાત' કાર્યક્રમ કરે તો તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ધાટન
વિશ્વના બે ટોચના નેતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે આ બંને ટોચના નેતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમનું કામ પુર્ણ થઇ ચૂક્યુ છે, ત્યારે ટોચના બે મોટા નેતાઓના આગમનને લઇને ઉદ્ધાટન કરી શકે છે.