ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસમાં નેતા, નીતિ અને નિયતનો અભાવઃ વિજય રૂપાણી - CM Vijay Rupani

મુંબઇ: ખાતે સંબોધન દરમિયાન મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તેઓેએ જણાવ્‍યું હતું કે, કોંગ્રેસમાં ન નેતા ન નીતિ ન નિયત છે. કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ કરીને દેશને બરબાદ કર્યો છે. નહેરૂથી માંડીની મનમોહન સુધીના નેતાઓએ કેવળ વાયદાઓ જ કર્યા છે, જયારે ભાજપ સરકારનો વિકાસની રાજનીતિનો એજન્‍ડા રહ્યો છે. દેશમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને મહારાષ્‍ટ્રમાં દેવેન્‍દ્ર ફડણવીસની સરકારે જનસમાજને મધ્‍યમ રાખીને વિકાસની હારમાળી સર્જી છે.

cm rupani in Mumbai

By

Published : Oct 15, 2019, 11:37 PM IST

Updated : Oct 16, 2019, 2:15 AM IST

મુંબઇ વર્સોવા ખાતે ભાજપ-શિવસેના યુતિના વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં વિકાસને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ભાજપ અને એનડીએની સરકારે દેશની અખંડિતતા-એકતા માટે મહત્‍વપુર્ણ કદમો ઉઠાવ્‍યા છે. 370ની કલમ નાબુદ કરીને કાશ્‍મીર સમસ્‍યાના ઉકેલ સાથે કાશ્‍મીરને વિકાસની હરોળમાં લાવવા ઐતિહાસિક નિર્ણય લીધો છે.

કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ કરીને દેશને બરબાદ કર્યો છે: રૂપાણી

તેમજ રૂપાણીએ ભાજપ-શિવસેનાની યુતિના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરતાં જણાવ્‍યું હતું કે, પરિવારવાદ-ભષ્‍ટ લોકોને નેસ્‍તનાબુદ કરવાની આ ચુંટણી છે. જનતા બધુ જ જાણે છે, દેશનું હિત કયાં સમાયેલું છે. મહારાષ્‍ટ્રમાં પ્રજાનું કલ્‍યાણ એજ પરમ ધર્મ રહ્યો હોવાનું જણાવ્‍યું હતું. તેમજ કોંગ્રેસ પર વાકબાણ વરસાવતા કહ્યું કે, કોંગ્રેસે પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસ ડુબતી નૈયા છે. તે પોતે બચવા મથી રહી છે એ પ્રજાનું કલ્‍યાણ કેવી રીતે કરશે.

કોંગ્રેસ ડુબતી નૈયા છે. તે ખુદ બચવા મથી રહી છે એ પ્રજાનું કલ્‍યાણ કેવી રીતે કરશે: રૂપાણી
પુર્વ ગૃૃહપ્રધાન ગોરધનભાઇ ઝડફીયાએ છત્રપતિ શિવાજીની ભુમિ પર સંપ્રદાયથી પર ઉઠીને દેશની એકતા અને અખંડિતતા માટે ભાજપ-શિ વસેના યુતિના ઉમેદવારને જીતાડવા હાંકલ કરી હતી. રૂપાણીએ ઓશીવારા-જોગેશ્વરી ખાતે ગુજરાતી સમાજના શ્રેષ્‍ઠીઓ સાથે સ્‍નેહ મિલન કરીને, વિકાસયાત્રામાં ભાગીદાર બનવા અપીલ કરી હતી. તેમજ રૂપાણીનું કચ્‍છમાં પાંજરાપોળમાં વિશેષ સુવિધા માટે વાગડ સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્‍યું હતું. ગુજરાતી સમાજના પ્રમુખ હેમરાજભાઇ શાહ, પુર્વ પ્રધાન શતારાચંદભાઇ છેડા, પુર્વ સાંસદ પુષ્‍પદાનભાઇ ગઢવી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
વિકાસની રાજનીતિએ ભાજપનો એજન્‍ડા છે: રૂપાણી
Last Updated : Oct 16, 2019, 2:15 AM IST

ABOUT THE AUTHOR

...view details