નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રિકવરી રેટમાં પણ વધારો થઇ રહ્યો છે. જે એક સારી બાબત છે. હાલ કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 3165 લોકોના કોરોના સંક્રમણમાં મોત થયાં છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ મામલે રિપોર્ટ માંગ્યો છે.
દિલ્હીના CM કેજરીવાલે છેલ્લા બે સપ્તાહમાં કોરોનાના મોત અંગે રિપોર્ટ માંગ્યો - કોરોના સંક્રમણ
રાજધાની દિલ્હીમાં કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બે સપ્તાહમાં થયેલા મૃત્યુ અંગેનો રિપોર્ટ માંગ્યો છે.

મુખ્યપ્રધાને સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ પાસે બે સપ્તાહમાં કોરોનાને કારણે થયેલા મોતની વિગતો માંગી છે. સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સચિવે આ અંગે પણ રિપોર્ટ આપવાનો છે કે, કોરોનાને કારણે મોતની સંખ્યાને રોકવા માટે શું પગલાં ભરવામાં આવી શકે.
તમને જણાવી દઇએ કે, જૂનમાં કોરાનાને કારણે મોતનું પ્રમાણ દરરોજ ઓછું હતું. જ્યારે હવે 7 જુલાઇના રોજ પ્રતિદિન 50ના મોતના આંકડા પર આવી ગયું છે. દિલ્હી સરકારનું ધ્યાન હવે મૃત્યુઆંક ઘટાડવા પર છે. જોવામાં આવી રહ્યું છે કે, આ અહેવાલ બાદ મુખ્યપ્રધાન કેટલીક સૂચનાઓ આપે છે.