સીએમ નીતીશ કુમારે બિલ ગેટ્સ સાથે સ્વાસ્થ્ય સેવાઓ પર ઘણી ચર્ચા કરી હતી. સ્વાસ્થ્ય સેવાઓની સાથે સાથે ભવિષ્યની રણનીતિને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. અહીં મહત્વનું છે કે, બિલ ગેટ્સનું આ ફાઉન્ડેશન બિહારના અલગ અલગ જિલ્લામાં સ્વાસ્થ્ય સેવા સંબંધિત કામ કરી રહ્યું છે.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સ પહોંચ્યા બિહાર ડેપ્યુટી સીએમ સુશીલ મોદી સાથે પણ મુલાકાત કરી
આ બેઠક દરમિયાન સીએમ નીતીશ કુમારની સાથે સાથે ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી, સ્વાસ્થ્ય પ્રધાન મંગલ પાંડેય સહિત અનેક અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સ પહોંચ્યા બિહાર
બિલ ગેટ્સે અહીં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, વિતેલા 20 વર્ષોમાં ઘણા ઓછા સમયમાં બિહારે ગરીબી અને બિમારી વિરુદ્ધ ઘણી પ્રગતિ કરી છે. હવે આપણે એ નક્કી કરવું પડશે કે, દરેક બાળકો સ્વસ્થ રહે, સારુ શિક્ષણ મેળવવાના લક્ષ્યમાં અમારુ ફાઉન્ડેશન બિહાર રાજ્યની સરકાર સાથે હાથમાં હાથ મિલાવી કામ કરવા માટે કટિબદ્ધ છે.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સ પહોંચ્યા બિહાર બિલ ગેટ્સનું આ ફાઉન્ડેશન બિહાર સરકાર સાથે મળી કામ કરશે.
આ ફાઉન્ડેશન બિહારમાં માતૃ, નવજાત શિશું, બાળ સ્વાસ્થ્ય, પોષણ, સંક્રમણ રોગ, ડાયરિયા, ન્યૂમોનિયા જેવા રોગને લઈ કામ કરી રહ્યું છે.
શું છે મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન
આ સંસ્થા માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ તરફથી ચાલી રહ્યું છે. આ સંસ્થાએ ભારતમાં આહ્વાન સંસ્થાની સ્થાપના કરી એચઆઈવીની ફેલાવાને રોકવા માટે લગભગ 33 કરોડ ડૉલરનું રોકાણ કર્યું હતું.
સ્વાસ્થ્ય સેવાઓ પર ખાસ ધ્યાન આપવાનો લક્ષ્યાંક ફરી એક વાર બન્યા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ
બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટના કૉ-ફાઉન્ડર છે. 64 વર્ષીય ગેટ્સ શનિવારે બે વર્ષ બાદ ફરી એક વાર દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ગેટ્સ નેટવર્થ હવે 110 અજબ ડૉલર એટલે કે, 7.89 લાખ કરોડ રુપિયા છે.