હરિયાણા: રાજ્યના મુખ્યપ્રધાન મનોહર લાલએ કહ્યું કે, યુવાનોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત રહેવું જોઈએ. આ માટે રાજ્યની કોલેજોમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સંસ્થામાં નિયમો તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ વિશે માહિતી આપવામાં આવશે. આ પ્રકારની સુવિધા માટે બીજું પગલું ભરતાં, એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, યુવાનોને તમામ પ્રકારની સુવિધા પુરી પાડવા માટે, કોલેજના મહિલા વિદ્યાર્થીઓ જ્યારે સ્નાતક પાસ આઉટ થાય ત્યારે તેમને પાસપોર્ટ આપવામાં આવશે, આ સમગ્ર પ્રક્રિયા કોલેજમાં જ કરવામાં આવશે.
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે કરનાલ વિધાનસભા મત વિસ્તારમાં ‘હર સર હેલ્મેટ’ કાર્યક્રમની શરૂઆત કરી મુખ્યપ્રધાન આજે શહેરના ડો.મંગલસિંહ ઓડિટોરિયમમાં સ્કૂલ કોલેજના 18 થી 25 વર્ષના યુવાનોને લર્નિંગ લાઇસન્સ અને હેલ્મેટ વિતરણના દરેક હર સર હેલ્મેટ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય હેલ્મેટ બનાવતી ખાનગી કંપનીના સહયોગથી કરનાલ લોકસભાના સાંસદ સંજય ભાટિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ યુવાનોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે કરનાલ વિધાનસભા મત વિસ્તારમાં ‘હર સર હેલ્મેટ’ કાર્યક્રમની શરૂઆત કરી મુખ્યપ્રધાનએ કહ્યું કે, આજનો કાર્યક્રમ રાજકીય વિષયથી જુદો છે, જેનો સબંધ લાંબા ગાળાના પરિણામો છે, તેથી હરિયાણામાં સમાજ સુધારક કાર્યક્રમ, ‘બેટી બચાવો બેટી પઢાવો’, ભવિષ્ય માટે ’પાણી બચાવો' કાર્યક્રમ અને પર્યાવરણીય સંરક્ષણ માટે સ્વચ્છતા જેવા કાર્યક્રમો સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે. ‘હર સર હેલ્મેટ’ એક એવો કાર્યક્રમ છે, જેમાં વિચારસરણી બદલવાની નિશ્ચિત થીમ છે. એટલે કે, રસ્તા પર વાહન ચલાવતી વખતે જીવનને કેવી રીતે સલામત રાખવું, તે ઉદ્દેશ આપવામાં આવ્યો છે.
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે કરનાલ વિધાનસભા મત વિસ્તારમાં ‘હર સર હેલ્મેટ’ કાર્યક્રમની શરૂઆત કરી જો કે, દેશમાં દર વર્ષે મોટી સંખ્યામાં માર્ગ અકસ્માત થાય છે. આમ, દરરોજ 13 અકસ્માત થવાનુ નોંધાયું છે. જેમાં હેલ્મેટ વિના વાહન ચલાવનારા મોટાભાગના લોકો મૃત્યુ પામે છે. જ્યાં સુધી હરિયાણાની વાત છે, ત્યાં વર્ષમાં લગભગ સાડા ચાર હજાર માર્ગ અકસ્માત થાય છે, જેમાં દરરોજ 13 લોકો અકાળે મૃત્યુ પામે છે. જેનું મુખ્ય કારણ બ્રેઇન ડેમેજ છે. અધ્યયનો દર્શાવે છે કે, જો કોઈ વ્યક્તિ રસ્તા પર વાહન ચાલવતી વખતે હેલ્મેટ પહેરે છે, તો 80 ટકા અકસ્માતનું પ્રમાણ ઘટે છે.