કેબિનેટની પ્રથમ બેઠક
મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન ઉપરાંત મુખ્ય સચિવ અને પ્રધાન સચિવ પણ ભાગ લેશે. દરમિયાન અહીં હરિયાણા વિધાનસભાના આગામી સત્રને લઈ પણ ચર્ચા થવાની છે.
હરિયાણાની નવી સરકારની આજે પ્રથમ કેબિનેટ બેઠક, પ્રધાનોના નામ ફાઈનલ થશે - મોહર લાગે તેવી શક્યતા
નવી દિલ્હી: હરિયાણામાં નવી સરકાર બન્યા બાદ આજે દિલ્હીમાં કેબિનેટની પ્રથમ બેઠક મળવા જઈ રહી છે. દિલ્હીમાં સાંજે 4.00 કલાકે યોજાનારી આ બેઠકમાં પ્રદેશના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર અને નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા પણ ભાગ લેશે.
આજે પ્રધાનોના નામ પર મોહર લાગે તેવી શક્યતા
દિલ્હીમાં યોજાનારી આજની આ બેઠકમાં મંત્રીમંડળ માટે ભાજપ-જેજેપીના ખાતામાં આવતા પ્રધાનોના નામ પર મોહર લાગી શકે છે. મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર ભાજપ હાઈકમાન સાથે મુલાકાત કરશે, ત્યાર બાદ આ ફાઈનલ થવાની શક્યતા છે.તો વળી નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા પણ દિલ્હીના આવાસ 18 જનપથ પર જેજેપી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. ત્યાર બાદ જેજેપીના ખાતામાં આવતા પ્રધાનોના નામ પર મોહર લાગશે.
આપને જણાવી દઈએ કે, હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં એકેય પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી, જેથી હરિયાણામાં ગઠબંધન સરકાર બનાવવાની ફરજ પડી છે. જ્યાં ભાજપ અને હરિફ પાર્ટી જેજેપીએ સાથે મળી સરકાર બનાવી લીધી છે. જ્યાં ભાજપને 40 સીટ અને જેજેપીને 10 મળી હતી, જ્યારે કોંગ્રેસને 31 સીટ મળી હતી. મહત્વનું છે કે, ભાજપ અને જેજેપીએ હરિયાણામાં 7 અપક્ષ ઉમેદવારોને સાથે રાખી સરકાર બનાવી છે.