ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં શક્તિ પરીક્ષણઃ કુમારસ્વામી તૈયાર, સ્પીકરને સમય નક્કી કરવા કહ્યું - Speaker

બેંગલુરુઃ કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે મુખ્યપ્રધાન કુમારસ્વામી વિશ્વાસમંચ પરીક્ષણ માટે તૈયાર છે. તેમણે વિધાનસભા સ્પીકર કે.આર.રમેશ કુમાર પાસે આ માટે સમય નક્કી કરવાની માંગ કરી છે.

Time

By

Published : Jul 12, 2019, 4:24 PM IST

શુક્રવારે વિધાનસભા સત્ર દરમિયાન CM કુમાર સ્વામીએ કહ્યું કે, તેઓ દરેક પરિસ્થિતીનો સામનો કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ સત્તાની ખુરશી જોડે ચોંટીને રહેવા નથી માંગતા.

કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મત હાંસિલ કરવાની દલીલ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, કુમારસ્વામીની આ પહેલથી નબળી લાગી રહેલી સરકાર હવે પડી ભાંગવાના કિનારા સુધી પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના 13 સહિત કુલ 16 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધુ છે. જેમાં 2 અપક્ષ ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. જો કે, કુમાર સ્વામી સરકારમાં બંને અપક્ષ નેતાઓને હાલમાં જ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

બધા જ ધારાસભ્યોએ 13 મહીના જુની કોંગ્રેસ-JDS સાથે ગઠબંધન સરકારનું સમર્થન પાછુ લઇ લીધું છે. ધારાસભ્યોના રાજીનામાને લઇને BJP પર હોર્સ ટ્રેડિંગ જેવા આરોપ પણ લાગી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details